Gujarat

નરારા ટાપુ પર ભારે પવનથી સૂકા ઘાસમાં આગથી ભારે દોડધામ

જામનગરના નરારા ટાપુ પર ભારે પવનથી સૂકા ઘાસમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. સતત ત્રણ કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી. ઉનાળાના કારણે નરારા ટાપુ પર કેમ્પ સાઇટ બાજે કે જયાં રાતવાસો કરી શકાય છે ત્યાં ઘાસ સૂકાઇ ગયું છે.

શનિવારે તીવ્ર ગતિએ પવન ફૂંકાતા સવારે 10 વાગ્યાની આસપાસ સૂકા ઘાસમાં અકસ્માતે આગ લાગી હતી. પવનના કારણે આગ પલવારમાં ફેલાઇ હતી. આથી ભારે દોડધામ સાથે અફડાતફડી મચી ગઇ હતી.

બનાવની જાણ થતાં જામનગર તેમજ આજુબાજુના સ્થળો પરથી ફાયરબ્રિગેડના જવાનો દોડી ગયા હતાં અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. સતત ત્રણ કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઓલવાઇ હતી. હાલ ટાપુ પર પ્રતિબંધ હોય કેમ્પ ન હોવાના કારણે જાનહાની ટળી હતી.