વૈષ્ણો દેવી માતાજીના દર્શન કરવા માટે જમ્મુ ના કટરા ખાતે દર વર્ષે કરોડો ભક્તો દેશ અને દુનિયામાંથી આવે છે. અહીં સુધી જતા આખા રસ્તા પર દારૂ, માંસ અને તમાકુના ઉત્પાદનો પર પ્રતિબંધ છે. આમ છતાં લોકો સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. આના પર કડક કાર્યવાહી કરીને સરકારે યાત્રાના રૂટ પર આ નશાના પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અને તેને તાત્કાલીક અસરથી પાળવા માટે આદેશ પણ કરવામાં આવ્યા છે.
આ બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ વિશેષ મહાજને કહ્યું હતું કે, લોકો અપાર શ્રદ્ધા સાથે વૈષ્ણોદેવી માતાજીના દર્શન કરવા આવે છે, તેને ધ્યાનમાં રાખીને આખા રસ્તા પર દારૂ અને માંસ પર પ્રતિબંધ છે પરંતુ પ્રતિબંધ હોવા છતાં, લોકો સિગારેટ અને તમાકુનું સેવન કરતા જોવા મળ્યા. તેથી, અમે કટરાની નોમાઈ ચેકપોસ્ટ, પંથલ ચેકપોસ્ટ, તારાકોટ રોડની શરૂઆતથી માતા વૈષ્ણો દેવી ભવન સુધી કોઈપણ પ્રકારના તમાકુના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે.
થોડા દિવસો પહેલા શ્રી માતા વૈષ્ણોદેવી જી શ્રાઈન બોર્ડ પ્રશાસન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, માતાના દરબારમાં આવનાર ભક્તોને પ્રસાદ તરીકે વૃક્ષો અને છોડ આપવામાં આવશે અને તે માટેજ ઉત્તર ભારતની હાઈટેક નર્સરી પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં ઘણા વૃક્ષો અને છોડ તૈયાર કરવામાં આવ્યા છે. બોર્ડ પ્રશાસન જમ્મુ-કાશ્મીરમાં મોટાભાગે જોવા મળતા વૃક્ષો અને છોડને ભક્તોને પ્રસાદ તરીકે આપવા જઈ રહ્યું છે.
શ્રાઈન બોર્ડ પ્રશાસનનો એવો દાવો છે કે હાઈટેક નર્સરીમાં તૈયાર થઈ રહેલા વૃક્ષો અને છોડને શ્રી માતા વૈષ્ણો દેવી જીના ત્રિકુટ પર્વતો પર વાવવામાં આવશે, જે હરિયાળીમાં વધારો કરશે. સ્થાનિક લોકો પણ હાઈટેક નર્સરીનો લાભ લઈ રહ્યા છે કારણ કે તેમને દરેક વૃક્ષ અને રોપા ઓછા ભાવે મળી રહ્યા છે.
જો કે શ્રાઈન બોર્ડ પ્રશાસનનો એવો પણ દાવો છે કે હાઈટેક નર્સરીમાં તૈયાર થઈ રહેલા વૃક્ષો અને છોડને શ્રી માતા વૈષ્ણો દેવી જીના ત્રિકુટ પર્વતો પર વાવવામાં આવશે, જે હરિયાળીમાં વધારો કરશે. સ્થાનિક લોકો પણ હાઈટેક નર્સરીનો લાભ લઈ રહ્યા છે કારણ કે તેમને દરેક વૃક્ષ અને રોપા ઓછા ભાવે મળી રહ્યા છે.