Gujarat

અમૂલનું ઐતિહાસિક ટર્નઓવર ૧૨,૮૮૦ કરોડને પાર પહોંચ્યું

આણંદમાં આવેલી અમૂલ ડેરીએ સ્થાપના બાદથી ઐતિહાસિક છલાંગ લગાવી છે. અમૂલનું ઐતિહાસિક ટર્નઓવર અંદાજિત રૂપિયા ૧૨,૮૮૦ કરોડને પાર થયું છે. અમૂલ ડેરીના ઈતિહાસમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન પ્રથમ વાર અમૂલનું અંદાજિત ટર્નઓવર રૂપિયા ૧૨,૮૮૦ કરોડને પાર પહોંચ્યું છે.

જે પાછલા વર્ષની સરખામણીમાં અંદાજિત ૯% વધારો બતાવે છે. અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે માહિતી આપી કે, પશુપાલકોને ચાલુ વર્ષે રૂા. ૧૦૦૦થી વધુ જેટલો પોષણક્ષમ દૂધનો ભાવ આપ્યો છે. જે ગત વર્ષની સરખામણીમાં ૧૧ ટકાનો વધારો છે. અમૂલે ૧૭૩ કરોડ કિલોથી વધુ દૂધની વાર્ષિક સંપાદન કર્યું, જે પાછલા વર્ષની સરખામણીમાં ૧૫% નો વધારો દર્શાવે છે. ૩ લાખથી વધુ સેક્સ-સૉર્ટેડ વીર્યનો ઉપયોગ અને ૬૦,૦૦૦ થી વધુ ૐય્સ્ પાડી – વાછરડીનો જન્મ થયો છે. તેમણે વધુમાં કહ્યું કે, પશુપાલકોને ૫૨૫ કરોડથી વધુ બોનસ ફેર આપવામાં આવશે. પશુપાલકોને સારો ભાવ ફેર મળે તે માટે અમૂલ કટિબદ્ધ છે.

અમૂલ દ્વારા કેટલફીડનો એક પણ વાર ભાવ વધાર્યો નથી. વર્ષમાં ત્રણ વખત પશુપાલકોને દૂધના ભાવમાં વધારો આપ્યો છે. દૂધ ઉત્પાદન વધારવા હવે પશુઓમાં પણ જાેડકા અવતરશે. ગત વર્ષે એક રિપોર્ટ આવ્યો હતો કે, ગુજરાતના તમામ ડેરી સહકારી સંઘની મધ્યસ્થ સંસ્થા અને અમૂલ બ્રાન્ડનું માર્કેટીંગ કરતી સંસ્થા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ) દેશની સૌથી મોટી બ્રાન્ડ બની છે.

૧૯૭૩માં માત્ર ૬ સભ્યો અને રૂ.૧૨૧ કરોડના ટર્નઓવર સાથે શરૂ કરાયેલી જીસીએમએમએફ હાલમાં ગુજરાતમાં ૧૮ સભ્ય સંઘ ધરાવે છે અને ૩ કરોડ લીટરથી વધારે દૂધ એકત્રિત કરે છે. રૂ.૭૨,૦૦૦ કરોડ (૯ અબજ યુએસ ડોલર)નું ટર્નઓવર કરીને અમૂલ ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ બની છે. વર્તમાનમાં સમગ્ર વિશ્વમાં અમૂલ ૮મા નંબરની સૌથી મોટી ડેરી સંસ્થા છે. તેણે વર્ષ ૨૦૨૨-૨૩માં ગ્રૂપ ટર્નઓવરમાં વધુ રૂ.૧૧,૦૦૦ કરોડનો ઉમેરો કર્યો છે.