Gujarat

ખંભાળિયામાં ધો.10-12ના ચારણ-ગઢવી સમાજના તેજસ્વી તારલાનું સન્માન

ખંભાળીયામાં જડેશ્વર રોડ પર આવેલ સોનલ ધામ ખાતે ચારણ-ગઢવી કુમાર છાત્રાલય ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારણ-ગઢવી સમાજના વર્ષ-2024માં ધો-10 અને 12માં પાસ થયેલ તેજસ્વી તારલાનું આઇશ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારાશનિવારે સાંજે ચાર થી સાત દરમિયાન સન્માન કરાયુ હતુ.

આ તકે આઇ હીરલમાં તેમજ મઢડાથી ગિરીશઆપા ઉપરાંત સમાજના અગ્રણીઓનીવિશેષ ઉપસ્થિતિમાં 150 જેટલા ધો-10/12માં પાસ થયેલ ચારણ ગઢવી સમાજના તેજસ્વી ભાઈઓ-બહેનોને હિરલ માતાજી, ગિરીશ આપા તેમજ ટ્રસ્ટીઓ અને સમાજ અગ્રણીઓને હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જિલ્લામા ચારણ ગઢવી સમાજમાંથી જે વિદ્યાર્થી ધોરણ 10 અને 12માં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવેલ તેને વિશિષ્ટ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ટ્રસ્ટના તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી હવે આગળ શું કરવુ, કઈ દિશામાં વધવું તે સહિત માહિતી અને માર્ગદર્શન સમ્રાટ સામત ભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું તેમજ આ સાથે ઇન્દુબેન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાને સ્કોલરશીપ તેમજ મોટિવેશન વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતુ.