Gujarat

ગુજરાતનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૬ ડિગ્રીને પાર પહોંચી ગયો

ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા

૩૮ ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ગરમ રહ્યું

ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે. હાલ ગુજરાતના અનેક શહેરો આગની જેમ શેકાતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૬ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. તો ૫ શહેરોમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી અને તેથી વધુ નોંધાયું છે. ૩૮ ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ગરમ રહ્યું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી આવી ગઈ છે. રાજ્યના તમામ શહેરોમાં તાપમાન ઉંચકાયું છે. રાજ્યમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રી પાર પહોંચ્યો છે. તો શિયાળામાં સૌથી વધુ ઠંડુ રહેતું કચ્છનું નલિયા શહેર ઉનાળામાં સૌથી વધુ ગરમ હોય છે. ગુજરાતમાં સૌથી વધુ તાપમાન નલિયામાં સૌથી વધુ ૩૮.૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આંકડા અનુસાર, રાજ્યના ૧૪ શહેરોમાં તાપમાન ૩૬ ડિગ્રી પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન ૩૬.૧ ડિગ્રી પાર નોંધાયું છે.

રાજ્યમાં હજુ પણ તાપમાન ઉંચકાવવાની આગાહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે વર્ષ ૨૦૨૪ માં ભીષણ ગરમી પડવાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની છે. ૨૨ માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં ૪૨ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. તો ગુજરાતના મહદ ભાગોમાં ગરમી પડવાની શક્યતા છે. જેમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ગરમી પડશે. ૧૫ માર્ચથી ગરમમાં ર્ક્મશ ગરમી વધવાની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થયા છે. જિલ્લામાં ૨૦ જેટલા મધ્યમ સિંચાઇના ડેમો આવેલા છે જેમાંથી ૩ ડેમમાં પાણીનો જથ્થો નહિવત છે.

ત્યારે આગામી દિવસોમાં ઉનાળો આકારો બને તેવા એંધાણ જાેવા મળી રહ્યા છે. ઉનાળામાં જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવું અત્યારથી લાગી રહ્યું છે. જિલ્લામાં આગામી સમયમાં ગરમીનો માહોલ વધશે ત્યારે જિલ્લાના મધ્યમ કક્ષાના ૨૦ ડેમમાં હવે માત્ર ૩૭.૦૫ ટકા જેટલું જ પાણી છે.૨૦ ડેમોમાં ૧૨૩.૧૨ મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ હવે બાકી રહ્યો છે. જિલ્લામાં મધ્યમ સિંચાઇ યોજનાના ૨૦ ડેમ આવેલા છે. છેલ્લા અઠવાડિયાથી ગરમીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે ભુજ તાલુકાના સૌથી મોટા ડેમમાં ૫ ટકા જેટલું પાણી પણ નથી બચ્યું. આગામી સમયમાં ઉનાળાના પગલે પાણીની માંગમાં વધારો થશે પરંતુ ડેમની જળસંગ્રહ શક્તિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.