Gujarat

2010 પછી 14 વર્ષે શહેરમાં મેમાં 5 દિવસ 45થી વધારે, 12 દિવસ 43થી વધુ અને 11 દિવસ 41થી વધુ ડિગ્રી ગરમી પડી

2010 પછી 14 વર્ષ બાદ 2024ના મેમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી. આ વર્ષે મેમાં સળંગ 4 દિવસ મળી કુલ 5 દિવસ રેડ એલર્ટ એટલે કે 45થી વધુ ડિગ્રી ગરમી હતી. જ્યારે 12 દિવસ એવા હતા જેમાં 43થી વધુ એટલે કે ઓરેન્જ એલર્ટ નોંધાઈ હતી. 11 દિવસ યલો એલર્ટના હતા, આ દિવસોમાં ગરમી 41 ડિગ્રીથી વધુ હતી.

આ વર્ષની 4, 14, 15 મેએ ગરમીનો પારો 40 ડિગ્રીથી ઓછો રહ્યો હતો. 2010ની વાત કરીએ તો કુલ 22 દિવસ 43 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું હતું. 16 મેથી સળંગ 9 દિવસ ગરમીનો પારો 43 ડિગ્રીથી નીચે ગયો ન હતો.

2011 અને 2012માં પ્રમાણમાં ગરમીની અસર ઓછી રહી હતી. આ બે વર્ષ દરમિયાન એક-એક દિવસ જ ગરમી 43 ડિગ્રીથી ઉપર ગઈ હતી. આ વર્ષે 21 મેથી 24 મે સુધી 45 ડિગ્રીથી વધુ ગરમી હતી. 2010માં પણ આજ તારીખોએ 45 ડિગ્રીથી વધુ ગરમી હતી.