Gujarat

બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા, ખેડૂતો વાવણી લાયક વરસાદની જોઈ રહ્યા છે રાહ

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈ ગઈકાલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમીરગઢ, પાલનપુર, વડગામ, દિયોદર, દાંતીવાડા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો. જેથી ગરમીથી ત્રસ્ત લોકોને આંશિક રાહત મળી હતી. જિલ્લામાં હજુ પણ વાવણી લાયક વરસાદ ના પડતા ખેડૂતો વધુ વરસાદની આશ કરી બેઠા છે

બનાસકાંઠા જિલ્લાના સતત ત્રીજા દિવસે પણ બપોર બાદ વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં છુટા છવાયા વિસ્તારમાં વરસાદની આગાહી આપવામાં આવેલી હતી જેમાં અમીરગઢ, દિયોદર, વડગામ, દાંતીવાડા સહિતના પંથકમાં વરસાદી ઝાપટાં પડતા ચારે કોર ઠંડક પ્રસરી છે.

ગરમીથી ત્રસ્ત લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો અમીરગઢ દિયોદર તાલુકા વિસ્તારમાં બે દિવસથી વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે હજુ સારો વરસાદ વરસે તો ખેડૂતો ચોમાસુ સિઝનની વાવણી કરી શકે તેમ છે.