આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓ તરફથી જીલ્લામાં થતી ઘરફોડ ચોરીઓને અટકાવવા તથા મિલકત સબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી જીલ્લા પોલીસને અસરકારક નાઈટ પેટ્રોલીંગ રાખવા તથા વણશધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ
જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ સ્ટાફના એલ.સી.બી પોલીસ કર્મચારીની ટીમો સાથે છોટાઉદેપુર જીલ્લાની અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓમાં ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી આસપાસની ભૌગોલીક પરિસ્થીતીનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી, આસપાસના તથા રુટ ઉપરના સી.સી.ટી.વી ફુટેજો મેળવી તેનુ એનાલિસીસ કરી ટેક્નીકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલીજન્સથી ગુનાઓ શોધી કાઢવા સધન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.
જે દરમ્યાન વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ સ્ટાફના એલ.સી.બી પોલીસ કર્મચારી સાથે છોટાઉદેપુર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાસ્ત્રીનગર ખુટાલીયા પરેડ ગ્રાઉન્ડ જવાના રસ્તા પાસે ઘરમા રાત્રીના સમયે થયેલ આશરે એકાદ મહીના પહેલા થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં રાહુલ ઉર્ફે મામા ઉર્ફે અમરસિંગ અજીતસિંગ બાવરી (શીકલીગર) ઉ.વ.૨૬ રહે, દંતેશ્વર મહાકાળી નગર સોસાયટી વડૉદરા શહેર નાનો સંડોવાયેલ છે અને જે હાલમાં પોતાના ઘરે હાજર છે
જે મળેલ બાતમી આધારે ટીમના માણસો સાથે વડોદરા દંતેશ્વર મહાકાળી નગર ખાતે જઈ તપાસ કરતા ઉપરોક્ત બાતમી વાળો ઇસમ દેખાતા તેને આયોજનપુર્વક કોર્ડન કરી પકડી લઈ ચોરી બાબતે પ્રાથમીક પુછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને કબુલાત કરેલ કે આજથી એકાદ માસ અગાઉ હુ તથા કબીરસિંગ ઉર્ફે ચોબ્બા સતનામસિંગ બાવરી (સિકલીગર) રહે,૦૫ ચિંતન નગર દંતેશ્વર પ્રતાપ નગર વડોદરા શહેર તથા કલ્લુસિંગ ઉર્ફે અમરસિંગ માયાસિંગ બાવરી (સિકલીગર) રહે,નવી નગરી શયાજીપુરા આજવા રોડ શાક માર્કેટની પાછળ વડોદરા શહેર નાઓ ત્રણેય જણા ભેગા મળી રાત્રીના છોટાઉદેપુર ખાતે ઘરફોડ ચોરી કરેલાની કબુઆલાત કરેલ જેથી ઘરફોડ ચોરી કરનાર એક આરોપીને પકડી પાડી બે આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરુધ્ધ સી.આર.પી.સી ૪૧(૧)એ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે છોટાઉદેપુર પો.સ્ટે ખાતે સોપવામાં આવેલ છે.