આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચનો આપેલ.
જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે છોટાઉદેપુર પો.સ્ટે. પાર્ટ એ-ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૨૦૧૦૬૨/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૮૦,૪૫૭,૪૫૪,૧૧૪ મુજબના ગુનાના કામનો રાજ્ય બહારનો નાસતો ફરતો આરોપી રામપાલભાઈ સવલસિંહ ભીલાલા રહે-ખુટાજા રસ્ટી ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી) છોટાઉદેપુર બસ ડેપો પાસે બસમાં બેસવા સારુ ઉભો છે જે સદર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.