Gujarat

છોટાઉદેપુર નગરમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ અને જિલ્લા પુરવઠા વિભાગે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું.

છોટાઉદેપુર નગરમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ અને જિલ્લા પુરવઠા વિભાગે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું. છોટાઉદેપુર નગરમાં આવેલ આરતી બ્રાન્ડના ખાદ્ય તેલની ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચકાસણી કરી હતી. કપાસિયા તેલના નામે પામોલીન તેલ વેચાણ થતા હોવાની જિલ્લા પુરવઠા વિભાગ અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી મળતા તપાસ હાથ ધરી હતી. છોટાઉદેપુર નગરમાં એક રિટેલ કરિયાણાની દુકાનની અંદર તપાસ હાથ ધરી સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરી હતી.