આદિપુર ખાતે આવેલી ડીએવી પબ્લિક સ્કૂલમાં પૂર્વ કચ્છ સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પીઆઇ જાડેજા તથા સ્ટાફે સાઇબર ક્રાઇમ શું છે, તેના પ્રકાર અને મોડસ ઓપરેન્ડી બાબતે તેમજ ટેકનોલોજીના ફાયદા, નુકશાન, ઓનલાઇન ગેમિંગથી ઉભી થતી મુશ્કેલી, સોશિયલ મીડિયા ક્રાઇમ, સોશિયલ મીડિયા સુરક્ષા ટિપ્સ વિગેરે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
ખાસ કરીને ઓનલાઇન ફ્રોડથી કઈ રીતે સાવધાન રહેવું અને પોતાના ઘરના સભ્યોને સાયબર ફોર્ડથી કેમ બચાવવા તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ વિશે જો કોઈ સાયબર ફ્રોડ થાય તો સાયબર હેલ્પલાઇન નં-1930 ઉપર ફરિયાદ કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને શાળાના તમામ સ્ટાફે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ સાયબર પોલીસ મથકના પીઆઈ એએ જાડેજા તથા સાયબર સેલના ગોપાલભાઇ સોધમ, દશરથભાઇ વાઘેલા સહિતના સ્ટાફ દ્વારા શાળા ખાતે ઉપસ્થિત છાત્રો અને શાળાના સ્ટાફને સાયબર ફ્રોડ અને તેના બચાવ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળા દ્વારા સાયબર ક્રાઈમ વિભાગની પહેલને સહકાર આપી આભારની લાગણી વ્યક્ત કરી હતી.