Gujarat

જામનગરમાં હોમગાર્ડઝના સભ્યોએ રસ્સા ખેંચ્યા, દોડ્યા, ગોળા ફેંક્યા, ઉંચી કૂદ લગાવી

જામનગરમાં જિલ્લા હોમગાર્ડઝ દ્વારા શનિવારે ધન્વંતરિ મેદાનમાં હોમગાડૅઝ સભ્યોનો રમતોત્સવ યોજાયો હતો. જેમાં રસ્સા ખેંચ, દોડ, ગોળા ફેંક, ઉંચી કૂદ, કબડ્ડી સહિત જુદી-જુદી રમતમાં 150 સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતોત્સવમાં 100, 200, 400 મીટરની દોડ, ગોળા ફેંક, રસ્સા ખેંચ, ઉંચી કૂદ, કબ્બડ્ડીમાં જિલ્લાના વિવિધ હોમગાડૅઝ યુનિટના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રમતોત્સવનો પ્રારંભ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ જી.એલ.સરવૈયાના હસ્તે કરવામાં આવ્યો હતો. સમગ્ર રમતોત્સવને સફળ બનાવવા માટે જામનગર નેશનલ ફાયર એકેડમીના સ્ટાફ, હોમગાર્ડઝ અધિકારીઓ વિજયસીંહ વાળા, સ્ટાફ ઓફિસર મહિલા પ્રેક્ષાબેન ભટ્ટ, હરૂભા જાડેજા, હિતેશ જેઠવા, યજ્ઞેશ વ્યાસ, જયેન્દ્ર કણજારીયા, કૈલાસ જેઠવા, ધ્રોલના જે.કે.પરમાર, હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનોઅ જહેમત ઉઠાવી હતી.

રમતોત્સવમાં રેફરી તરીકે એથ્લેટિક્સ સેક્રેટરી અજયસિંહ ચૌહાણ અને ભુમિકા ગોહિલે સેવા આપી હતી. રમતોત્સવમાં અગ્રણીઓ અને જુદા જુદા ક્ષેત્રના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં.