છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જુના તણખલા ગામે ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા માં છેલ્લા આઠ માસથી એકજ શિક્ષક અભ્યાસ કરાવે છે. જયારે શાળા પણ જર્જરિત છે.શાળામાં પીવાના પાણી માટે કોઈ સુવિધા ના હોવાથી હેંડપંપ નું પાણી બાળકો પીવે છે. એક શિક્ષક 35 બાળકો ને એકસાથે ધોરણ 1 થી 5 ના બાળકો એકજ વર્ગ ખંડમાં બેસતા હોવાથી શિક્ષક ને ભણાવવામાં મુશ્કેલી પડે છે. સરકાર આદિવાસી વિસ્તારમાં શિક્ષકોની જગ્યા ભરે તેવી માંગ ઉઠી છે.

નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે. આદિવાસી બાળકો ગરીબ પરિવારમાં આવતા હોવાથી સરકાર દ્વારા ચલાવાતી પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા હોય છે. સરકાર પ્રાથમિક શાળા નું શિક્ષણ આપવામાં સુવિધાઓ આપતી નથી જેનો નસવાડી તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની ઘટ આઠ માસ થી છે. તે ઘટ વાળી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો મુકવામાં આટલા મહિનાઓ વીતી જવા છતાંય સરકાર અને શિક્ષણ વિભાગ ધ્યાન આપતું નથી. નસવાડી તાલુકાના જુના તણખલા ગામે આવેલ પ્રાથમિક શાળામાં બે વર્ગ ખંડો છે બંનેવ જર્જરિત છે. પતરા માંથી પાણી પડે છે. જયારે 35 જેટલા બાળકો ની સંખ્યા છે.
બે શિક્ષકોનું મહેકમ છે. પરંતુ શાળામાં આઠ માસ થી એકજ શિક્ષક ફરજ બજાવે છે. તેના થી તમામ બાળકો ને એકજ વર્ગ ખંડ માં બેસાડવામાં આવે છે. ધોરણ 1 થી 5 ની શાળા છે. જેમાં અલગ અલગ ધોરણ ના બાળકો ને અભ્યાસ કરાવવા માટે શિક્ષક ને ભારે મુશ્કેલી પડે છે. ધોરણ 5 વાળા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે તો 1 થી 4 ના વિદ્યાર્થીઓ ને ચુપચાપ બેસી રહેવું પડે જયારે બાળકો ચુપચાપ બેસતા નથી નવરા પડે તો વર્ગખંડ માથે લે છે.
આવી સમસ્યા માં પ્રાથમિક શાળા ના બાળકો ને શિક્ષક અભ્યાસ કરાવી શકતા નથી. અભ્યાસ ના કરાવે તો બાળકો નું શિક્ષણ બગડે છે. આવી પરિસ્થિતિ માં શિક્ષકો ને કામગીરી કરવી પણ મુશ્કેલ છે. સરકારે વહેલી ટકે આવી શાળા ઓમા શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી શિક્ષકો માંગ કરી રહ્યા છે.