International

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના પક્ષમાં મોટો ર્નિણય સંભળાવ્યો

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના પક્ષમાં કહ્યું,”પ્રમુખપદ દરમિયાન લેવામાં આવેલા ર્નિણયો વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરી શકાય નહીં”

અમેરિકાની સુપ્રીમ કોર્ટે સોમવારે ટ્રમ્પના પક્ષમાં મોટો ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે ટ્રમ્પના પ્રમુખપદ દરમિયાન લેવામાં આવેલા ર્નિણયો વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરી શકાય નહીં. ૬ જાન્યુઆરી ૨૦૨૧ના રમખાણો અંગે સુપ્રીમ કોર્ટનો ર્નિણય આવ્યો છે. કોર્ટે કહ્યું કે સત્તાવાર ર્નિણયો માટે ટ્રમ્પ પર કેસ કરી શકાય નહીં. ર્નિણય બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ આપણા બંધારણ અને લોકતંત્રની મોટી જીત છે. એક અમેરિકન હોવાનો ગર્વ છે.

ટ્રમ્પે વોશિંગ્ટનની નીચલી અદાલતમાં તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને અપીલ કરી હતી કે તેમની વિરુદ્ધ ફોજદારી કેસ ચલાવવામાં આવે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોવાના કારણે તેમને ઇમ્યુનિટી આપવામાં આવે. જાે કે નીચલી અદાલતે ટ્રમ્પની અપીલ ફગાવી દીધી હતી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના ર્નિણયને પલટી નાખ્યો છે. ગયા અઠવાડિયે બાઈડન અને ટ્રમ્પ વચ્ચેની ચર્ચામાં સફળતા બાદ ટ્રમ્પને બીજી રાહત મળી છે.

અમેરિકામાં, ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના ??રોજ, ટ્રમ્પના સમર્થકોએ કેપિટોલ હિલ એટલે કે યુએસ સંસદમાં હિંસા કરી. ૨૦૨૦માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાનમાં, બાઈડનને ૩૦૬ મત મળ્યા અને ટ્રમ્પને ૨૩૨ મત મળ્યા, ત્યારબાદ ટ્રમ્પ અને તેમના સમર્થકોએ ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવીને હિંસાનો આશરો લીધો. ટ્રમ્પના સમર્થકોએ સંસદમાં ઘૂસીને તોડફોડ અને હિંસા કરી હતી, જેમાં એક પોલીસ અધિકારી સહિત ૫ લોકો માર્યા ગયા હતા. હિંસા બાદ ટ્રમ્પ પર તેમના સમર્થકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.

આ મામલામાં તપાસ સમિતિએ ગયા વર્ષે ડિસેમ્બરમાં એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં ટ્રમ્પને દોષી ઠેરવવામાં આવ્યા હતા. જેમાં ૧૦૦૦ પ્રત્યક્ષદર્શીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ૯૦૦થી વધુ લોકો આરોપી હતા. અમેરિકામાં આ વર્ષે ૫ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીઓ પહેલા, રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો ડોનાલ્ડ ટ્રમ્પ અને જાે બાઈડન વચ્ચે લાઈવ ડિબેટ થઈ હતી, જેમાં ટ્રમ્પ બાઈડન પર ભારે પડ્યા હતા.