શહેરને સ્વચ્છ રાખવા માટે થઈને AMC દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકવો, શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લા ચાની કીટલીઓ વગેરે પર પેપર કપનો વપરાશ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ ઉત્પાદન અને સંગ્રહ વગેરે કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જાહેર રોડ પર ગંદકી અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ કુલ 59 દુકાનો સીલ મારવામાં આવી હતી.
રૂ. 1.77 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. કાંકરિયા રોડ પર જય અંબે સ્નેકસ, મણિનગર પટેલ સોડા શોપ, બહેરામપુરા આસોપાલવ હોટલ, વટવા બંસરી ટી સ્ટોલ સહિતના એકમોને સીલ કરવામાં આવ્યા હતા.