Gujarat

ઉનાના ઉમેજ ગામની રાવલ નદીમાં થઈને સ્ટેટ હાઈવે નાંદરખ-નેસડા ગામને જોડતો રસ્તે નવા બનેલા પુલનું લોકાર્પણ

ઉના તાલુકાના ઉમેજ તથા આજુબાજુના ગ્રામજનોની વર્ષોથી માંગણી હતી કે, ઉમેજ ગામથી રાવલ નદીમાં થઈને સ્ટેટ હાઈવે નાંદરખ-નેસડા ગામને જોડતા રસ્તે નવા પુલનું નિર્માણ થાય. તો આજે લોકોની આ માગ મુજબ નવા પુલનું લોકાર્પણ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પુલ રૂ.3.70 કરોડના ખર્ચે નિર્માણ પામેલા પુલને આગામી સમય બનનાર આશરે બેથી અઢી કિં.મી.ના રોડને મંજૂર કરાવવા માટે કાર્યશીલ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સતત સક્રિય રીતે સરકારમાં રજૂઆત કરી હતી અને પુલ મંજૂર કરાવી પુલ તથા રસ્તાના નિર્માણ માટે માતબલ રકમ પણ મંજૂર કરાવી હતી.

પુલના લોકાર્પણ પ્રસંગે તા.પં.ના સદસ્ય ભાવુભાઈ ચાવડા, ઉમેજ ગામના સરપંચ હામભાઈ વાળા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધી પ્રકાશભાઇ ટાંક, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ ચૌહાણ, તા.પં. સદસ્ય શાંતિભાઈ ડાંગોદરા, પાતાપુર સરપંચના પ્રતિનિધી અશોકભાઇ છોડવડિયા, તા. પં. ઉપપ્રમુખ હનુભાઈ ગોહીલ તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.