Gujarat

કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના પાની માઇન્સ ચોકડી પાસેથી ટાટા એસ ટ્રકમાંથી કિં.રૂ.૧૩,૯૦,૯૨૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરે.
જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ડ્રાઇવ અનુંસંધાને પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મોજે બાર ગામે પહોચતા અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, ગોરધનભાઇ માલસીંગભાઇ રાઠવા રહે.અત્રોલી, ખુદાપીપળા ફળીયા  તા.જી.છોટાઉદેપુર તથા દિનેશભાઇ ભલજીભાઇ રાઠવા રહે.બૈડવી,પટેલ ફળીયુ તા.જી.છોટાઉદેપુર નાઓ સાથે મળી એમ.પી માથી એક ટાટા એસ ટ્રક નંબર.GJ-09-Y-6327 લઇને ભારતીય બનાવટનો વિદેશી દારુબીયર ભરી છોટાઉદેપુર થી કદવાલ તરફ આવી રહેલ છે તેવી બાતમી – બાર ગામે રોડ ઉપર વોચ નાકાબંધીમાં હતા દરમ્યાન એક ટાટા એસ ટ્રક હકિકત આધારે મોજે  નંબર GJ-09-Y-6327 ની ધનપુર ગામ તરફથી પુરઝડપથી આવતી હોય જે ટ્રકના ચાલકને ટ્રક ઉભી રાખવા સારૂ ઇશારો કરતા ચાલક પોતાની ટ્રક ઉભી રાખેલ નહી અને કદવાલ તરફ પુરઝડપથી હંકારી ભાગવા લાગતા જેથી કદવાલ પોસ્ટેના પોલીસ માણસો.ને જાણ કરી પાની માઇન્સ ચોકડી ખાતે પહોંચી રસ્તા ઉપર આડસ કરવા જણાવેલ અને અમો સદર ટ્રકનો પીછો ચાલુ રાખેલ જે દરમ્યાન પાની માઇન્સ ચોકડી પાસે કદવાલ પોસ્ટેના પોલીસ માણસો રસ્તા ઉપર આડસ કરેલ . હોયઅને ટ્રકની પાછળ પીછો કરતા જોઇ ટ્રકનો ચાલક પોતાના કબજાની ટાટા ટ્રક રોડ ઉપર મુકી
ટ્રકમાથી નીચે ઉતરી ભાગવા લાગતા તેનો પીછો કરતા તે બન્ને પકડાયેલ નહી ુ અને આજુબાજુમાં આવેલ ઝાડી ઝાખરામાં થઇ જંગલ તરફ ભાગી ગયેલજેથી ટાટા ટ્રકમાં તપાસ કરતા તેમાતપાસ કરતા તેમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિં.રૂ.૧૩,૯૦,૯૨૦/- નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ટાટા એસ ટ્રક નંબર.GJ-09-Y-6327 ને પકડી પાડેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર