Gujarat

એમ.પી માંથી ગુજરાત રાજ્યમાં લઈ જવાતો મહિન્દ્રા XUV ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ડુલ કિ.રૂ. ૩,૪૯,૫૦૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી કવાંટ પોલીસ

ઈમ્તીયાઝ શેખ પોલીસઅધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન, નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂ બંઘીના કાયદાની કડક અમલવારી થાય તે માટે પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમીદારો ઉભા કરેલ હતા. અને આજ રોજ કવાંટ પોસ્ટેના પો.સ.ઈ. એ.ડી.ચૌહાણ નાઓ પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી પ્રોહી વોચ પેટ્રોલીંગમાં નીકળેલ હતા.
જે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે મોજે તલાવ ગામેથી મહિન્દ્રા XUV ગાડી નંબર GJ-01-KS-6293 ની ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની (૧) RITZ RESERVE Superior Grain Whisky 180 ml તથા (૨) GOA Spirit of Smoothness Whisky 180 ml ની કંપની શીલબંધ કુલ બોટલ નંગ 2,200ની કુલ કિ.રૂ. ૩,૪૯,૫૦૦/- તથા રાદરી પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા XUV ગાડી નં GJ-01-KS-6293 ની કિ.રૂ. ૩,૫૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૧ ની કિ.રૂ. 4000/- મળી કુલ ૭,૦૦,૫૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી કાંતીભાઈ દુરસીંગભાઈ જાતે ભીલ ઉ.વ.૩૦ રહે.બોરચાપડા કેવળા ફળીયું તા.કવાંટ જીલ્લો.છોટાઉદેપુર નાઓને પકડી પાડી કવાંટ પો.સ્ટેમાં ગુનો રજી કરવામાં આવેલ છે.
અને ગુનામાં સંડોવાયેલ સહ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબીશનનો ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર