Gujarat

જામ ખંભાળિયાની દિકરી સોનમ ખેતીયાએ માત્ર 21 વર્ષની ઉંમરે આફ્રિકાનું માઉન્ટ કિલીમંજારો શિખર સર કર્યું

ફક્ત 21 વર્ષની ઉંમરે જામખંભાળિયાની દીકરી સોનમ ખેતીયાએ હાલ દારાસલામ ટાંઝાનિયામાં આવેલ દુનિયાના સૌથી ઊંચા માઉન્ટ કીલીમંજારો પર્વતનો ખૂબ જ કઠિન શિખર સર કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે.

એમ કહેવાય છે કે આફ્રિકાના તાંજાનિયાનો માઉન્ટ કિલીમંજારો એવો પર્વત છે જ્યાં ઠંડીના કારણે ભલભલા ગભરાઈ જાય. પરંતુ માત્ર 21 વર્ષની ગુજરાતી દીકરીએ આ પર્વત પર જીત મેળવીને દેશનું નામ ઉજાળ્યું છે. આ પર્વત સમુદ્ર તળથી 5,895 મીટર ઊંચાઈ પર આવેલો છે.