Entertainment

PM નરેન્દ્ર મોદી નવયુગલને ‘શુભ આશીર્વાદ’ આપશે, બોલિવૂડ સેલેબ્સ પણ જોવા મળશે; લગ્નની તસવીરો

ગઈકાલે, 12 જુલાઈએ અનંત ને રાધિકાનાં લગ્ન જિયો વર્લ્ડ સેન્ટરમાં થયા. આ લગ્નમાં દેશ-વિદેશના સેલેબ્સ આવ્યા હતા. બોલિવૂડના અનેક સેલેબ્સ જોવા મળ્યા હતા. દીકરાના લગ્નમાં નીતા અંબાણીએ ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત અર્જુન કપૂર, રણવીર સિંહ, વરુણ ધવન પણ નાચતા જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવયુગલને ‘શુભ આશીર્વાદ’ આપવા આવશે

આજે, 13 જુલાઈએ સેલેબ્સ અનંત-રાધિકાને શુભ આશીર્વાદ આપશે. આ વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ તથા જાણીતા બિઝનેસમેન હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિસેપ્શનમાં નવયુગલને આશીર્વાદ આપવા આવશે.

વરમાળા પહેલાં કપલ એકબીજાને જોતા જોવા મળ્યા હતા

રવિ-સોમ પણ વેડિંગ રિસેપ્શન

ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પણ રવિવાર, 14મી જુલાઈએ રિસેપ્શનમાં હાજરી આપશે. આ સિવાય રિલાયન્સ અને જિયોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભાગ લેશે. 15 જુલાઇના રિસેપ્શન સામાન્ય જનતા માટે આયોજિત કરવામાં આવ્યું છે.