જામનગરમાં શહેરમાં આવેલ સીટી ‘એ’ પોલીસ સ્ટેશન ખાતે જે સોમવાર તા.1 જુલાઇ 2024 થી નવા કાયદા ની અમલવારી ના અનુસંધાને સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશન મથક ખાતે સ્થનિક વિસ્તારમાં રહેતા હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ સાથે પોલીસ વિભાગની એક બેઠક યોજાઇ હતી.
પહેલા અંગ્રેજોના વખતના કાયદામાં સોમવારે, તા.1જુલાઇ 2024 થી ધરખમ ફેરફાર થવાં જઇ રહ્યા છે. જે ગુજરાત પોલીસ તંત્ર માટે ઐતિહાસિક દિવસ હશે. જેના અનુસંધાને જામનગરના સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પી.આઈ વિરેનસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ ને નવા કાયદાની કલમ વિશે માહિતગાર કર્યા હતા, તેમજ આવનારા દિવસોમાં રથયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે,તે બબાતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે બેઠકમાં ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.