Gujarat

માંગરોળ ખાતે જશને સૈયદના  સિદ્દીકે અકબર અને દારૂલ ઉલુમ ફેઝાને મખદુમ સિકંદર નું ઈફતેતાહ નો કાર્યક્રમ યોજાયો

માંગરોળ માં ગઈ રાત્રે જશને સૈયદના સિદ્દીકે અકબર ની યાદ માં એક શાનદાર પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માંગરોળ માં આવેલ   ૩૦ વર્ષ જુના મદરેસા એ મખદુઃમ સિકંદર રેહમતુલ્લાહ અલયહી ના વિધ્યાર્થીઓએ નાત શરીફ,મનકબત અને તકરીર નો પ્રોગ્રામ વિદ્યાર્થીઓ દ્વારા પેસ કરવામાં આવ્યો હતો.તેમાં જશને સૈયદના સિદ્દીકે અકબર અને દારૂલ ઉલુમ ફેઝાને મખદુમ સીકંદર રેહમતુલ્લાહ અલયહી મદરેસા નું ઈફતેતાહ નો કાર્યકમ યોજાયો હતો.
માંગરોળ શહેરમાં અહેલે સુન્નત વલ જમાત નો એક શાનદાર ઇદારો કાયમ થતા શહેરમાં એક ખુશી ની લાગણી જોવા મળી છે.જ્યારે આ પ્રોગ્રામ માં મુખ્ય અધ્યક્ષ તરીકે માંગરોળ શહેર ના સજજાદા નસીન પીરે તરીકત ઓલાદે અલી હઝરત ફુરકાનમિયા બાપુ સાહબ ની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં મુકરરીર તરીકે ખતીબે ગુજરાત  ખલીફા એ હુઝુર તાજુસરિયાહ હઝરત મુફ્તી અશરફરઝા સાહબ બુરહાની,સદર અલજામીયતુલ મદીનતુલ ઉલુમ રતનપુર,ખેડા દ્વારા શાનદાર તકરીર કરવામાં આવેલ,જ્યારે નાતખવાહ બુલ બુલે બાગે મદીના સોયબ રઝા સાહબ દુબઇ દ્વારા નાત શરીફ પેસ કરવામાં આવેલ.આ કાર્યક્રમ માં મહેમાન તરીકે  પીરે તરીકત રેહબરે શરીઅત હઝરત સૈયદ અબ્દુલ્લામિયા બાપુ,ઝરીયાવાળા.સૈયદ કારી રિફાકત હુસેન બાપુ,દુબઇ.મૌલાના સરફરાઝએહમદ સાહબ નુરી,વેરાવળ.હાફિઝ જાવીદ સાહબ વેરાવળ,મૌલાના મેરાજઅલી સાહબ માધવપુર,મૌલાના સૈયદ ઈરફાન બાપુ ,મૌલાના આસિફ સાહબ રઝવી,મૌલાના ઇમરાન   સાહબ તેહસીની વેરાવળ, મૌલાના ફિરોઝ સાહબ સુપાસી,મૌલાના અફઝલ સાહબ નાદરખી માંગરોળ શહેર અને માંગરોળ તાલુકા ના તમામ ઓલમાએ કિરામ એ હાઝરી આપી હતી.જયારે દારૂલ ઉલુમ મખદુમ સિકંદર ર.હ.ના નાઝીમે આલા હઝરત મૌલાના મોહમ્મદ હુસેન રેહમાની નક્સબંદી સાહબ એ તમામ ઓલમાએ કિરામ અને આવેલ મહેમાનો ને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લાના મુસ્લિમ આગેવાન અને અગ્રણી બિલ્ડર સૈયદ અબ્દુલ્લામિયા બાપુ તિરમિઝી ખાસ હાજરી આપી હતી. જ્યારે આ કાર્યક્રમ નું ઍલાઉન્સર મૌલાના ઐયુબ યાર અલવી દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ ના તમામ હોદેદારો પણ હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યકમ નું આગવું આયોજન શેખ આસિક હુસેન સુલેમાન,મૌલાના આસિફ સાહબ રઝવી,હાફિઝ ઉસ્માન સાહબ,અને ઇસ્માઇલ ભાભા દ્વારા કરવામાં આવ્યું હતું.