છોટાઉદેપુર જિલ્લામાં 2016થી શરૂ થયેલી કેન્દ્ર સરકારની જવાહર નવોદય વિદ્યાલયના નવા કાયમી સ્કૂલ કેમ્પસ નું સંખેડાના બહાદરપુર ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જમ્મુથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાને 2016માં ફાળવવામાં આવેલા આ વિદ્યાલય ને અત્યાર સુધી અસ્થાયી ધોરણે કવાંટના કડીપાની ખાતે જીએમડીસી ના મકાનમાં ચલાવવામાં આવતી હતી. પ્રથમ વર્ષે 40 બાળકોના એડમીશન થી શરૂ થયેલી આ શાળાનું નવું મકાન 2020માં મંજૂર કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓથી સજ્જ એવી આ શાળામાં કોમ્યપુટર લેબ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, હોસ્ટેલ, કર્મચારીઓના નિવાસ, 2 હજારની ક્ષમતા વાળો ઓડિટોરિયમ, સ્માર્ટ ક્લાસ, અલાયદો ડાઇનિંગ એરિયા તેમજ અન્ય શાળાકીય સુવિધાઓ યુક્ત આ શાળા બનાવવામાં આવી છે. આજરોજ જમ્મુ ખાતે યોજાયેલા પીએમ વિકાસ પેકેજ કાર્યક્રમ અંતર્ગત અનેક શૈક્ષણિક સંસ્થાઓ, મેડિકલ કોલેજ, જમ્મુ અને કાશ્મીરમાં અન્ય માળખાકીય સુવિધાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમ વડાપ્રધાનશ્રી અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 25 જવાહર નવોદય વિદ્યાલયો ના ઈ લોકર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં આપણા જિલ્લાની જવાહર નવોદય નો સમાવેશ કરવામાં આવ્યો હતો આ શાળા મકાન બાંધકામમાં કુલ 36 કરોડના કેન્દ્ર સરકારના સહયોગથી નિર્માણ કરવામાં આવી છે. આ ઈ લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત શાળા પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોસભાના સાંસદ ગીતાબેન રાઠવા અધ્યક્ષસ્થાને શાળા ઉદધાટનની તખ્તી
અનાવરણ કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં કલેકટર અનિલ ધમેલિયા, ડીડીઓ સચિન કુમાર, શિક્ષણાધિકારી મામલતદાર સંખેડા, સરપંચ બહાદરપુર, શાળાના પ્રાચાર્ય શેફાલી સિંઘ વગેરે મહાનુભાવો હજાર રહ્યા હતા.
જમ્મુથી કરવામાં આવેલા ઈ લોકાર્પણ બાદ વાલીગણ, ગ્રામજનો અને વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને હિતેચ્છુઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા.

