Gujarat

ભરૂચ અને નડિયાદના પત્રકારો મોરિયામાં સસ્તા અનાજની દુકાને લાઇસન્સ રદ કરાવવા ધમકી આપી 2000 રૂપિયા લેતા ફરિયાદ

પાલનપુર તાલુકાના મોરિયા ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસે રૂ.10 હજારની માંગણી કરી 2000 લેતા ચાર પત્રકારો પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં સસ્તા અનાજની દુકાન ધારો કે ચારે પત્રકારો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ વધારે વિચારોની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે

સસ્તા અનાજની દુકાન ધરાવતા રાજેશભાઈ બારોટ એ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, મોરિયા ગામમાં સસ્તા અનાજની દુકાન ગતરોજ બપોરે પુરવઠા વિભાગની ગાડી અનાજનો જથ્થો ઉતારવા આવી હતી. ત્યારે કાર લઈને આવેલા ચાર શખ્સોએ પત્રકાર તરીકેની ઓળખ આપી ફોટા પાડી વીડિયો ઉતાર્યો હતો.

બાદમાં તમે રેશનિંગના જથ્થાની કાળા બજારી કરતા હોવાનું જણાવી દુકાનનું લાઇસન્સ રદ કરાવવાની કહી રૂ.10, 000ની માંગ કરી હતી. જોકે, દુકાનદારે રૂપિયા ન આપતા સમાચારો છાપવાની ધમકી આપી રૂ.2000 બળજબરીથી લીધા હતા.

જોકે દુકાનદાર રાજેશ બારોટે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ભરૂચ અને નડિયાદના ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે