Gujarat

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાદળો હટતા ફરી ખેડા જિલ્લો ઠંડીમાં ઠુઠવાયો

નડિયાદશય સમગ્ર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેના કારણે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે આ વાદળછાયા વાતાવરણ બાદ આજે વાદળો હટતા ફરી ખેડા જિલ્લામાં ઠંડી શરૂ થઈ છે.

ખેડા જિલ્લામાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન વાદળ છાયા વાતાવરણ બાદ આજે ફરી એકવાર વાતાવરણમા ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે વહેલી સવારથી વાતાવરણ ધૂમમ્સ વાળું જોવા મળ્યું હતું.જેમાં ઠંડીના ચમકારા વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.ભારે ધૂમમ્સના કારણે લોકો પણ સવારે ઠંડીમાં ઠુઠવાઈ ગયા હતા. ઠંડીમાં રાહત લેવા લોકો તાપણું પણ કર્યું હતું.