Gujarat

લાલપુરની રેફરલ હોસ્પિટલ એક જ ડોક્ટરના હવાલે

જામનગર જિલ્લાના લાલપુર શહેર અને તાલુકા ના ખાસ કરીને મધ્યમ વર્ગીય લોકો માટે તબીબી સારવારનો આધાર સ્તંભ ગણાતી રેફરલ હોસ્પિટલ હાલ માત્ર એક ડોક્ટર પર નભતી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે અહીં માત્ર એક જ ડોક્ટર હોવાથી દર્દીઓ ભારે હેરાન થઈ રહ્યા છે.ઓ.પી.ડી વિભાગમાં સવારથી દર્દીઓની લાઈનો લાગી હોય છે.

ત્યારે માત્ર એક જ ડોક્ટર હોવાથી મોટાભાગના દર્દીઓને વારો આવતો ન હોવાની સારવાર માટે લાચાર બનવું પડે છે.

72 ગામડા ધરાવતો તાલુકાની મધ્યમ વર્ગીય લોકો માટે રેફરલ હોસ્પિટલ મહત્વની હોય છે.ત્યારે હોસ્પિટલમાં મોટાભાગના મહત્વના રોગની દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાથી દર્દીઓને મેડિકલ માંથી દવા લેવા લાચાર બન્યા છે.

અને અપૂરતા સ્ટાફ ના કારણે દર્દીઓના સગાઓ બાટલા લઈને ખાટલે લઈ જતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તો બીજી બાજુ હોસ્પિટલમાં શ્વાન આરામ ફરમાવતા જોવા મળે છે. મોટાભાગના વોર્ડમાં કર્મચારીઓ ન હોય છતાં લાઈટ અને પંખા ચાલુ જોવા મળ્યા હતા.