Gujarat

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા થરાદમાં બાર દિવસ સુધી છાશનું વિતરણ કરાશે

થરાદ ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપે એ હેતુથી લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા બાર દિવસ સુધી એસટી ડેપો ખાતે બપોરે 12થી 2 દરમિયાન ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યી રહ્યું છે.

થરાદ લાયન્સ ક્લબ દ્વારા અવારનવાર સેવાકીય કામગીરી કરવામાં આવે છે. જેમાં આજરોજ એસટી ડેપો ખાતે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબના મેમ્બરો દ્વારા અલગ અલગ દિવસે છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કાળઝાળ ગરમીમાં છાશ માનવીના શરીરમાં એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે. શરીરના ઝેરી તત્વોને બહાર કાઠવાનું કામ કરે છે.

સરહદી પંથકમાં પડી રહેલી કાળજાળ ગરમીથી લોકોને રાહત મળે તે માટે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા છાશ વિતરણનો કાર્યક્રમ બાર દિવસ સુધી થરાદ બસ સ્ટેન્ડ ખાતે બપોરે 12થી 2ના સમયગાળા દરમિયાન રાખવામાં આવ્યો હતો. થરાદ લાયન્સ ક્લબના મેમ્બરો અને દાતાઓ દ્વારા મસાલા છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને દિવસ દરમિયાન 800 જેટલા લોકો આ છાસનો લાભ લઈ રહ્યાં છે.