છોટાઉદેપુર નગરની મધ્યમાં શાક માર્કેટ પાસે મહાત્મા ગાંધીજીનું સર્કલ આવેલું છે. જ્યાં મહાત્મા ગાંધીજીની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવી છે. જે સર્કલની રેલિંગ અગાઉ તૂટી ગઈ હોય જેના કારણે પાલિકા તંત્ર દ્વારા નવા સર્કલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પૂર્ણ થઈ ગઈ છે. જે પ્રતિમાને ગત રોજ રાજકીય નેતાઓ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ફુલહાર પણ કરવામાં આવ્યું હતું. અગાઉ બનેલ સર્કલ ઉપર આવેલી રાષ્ટ્રપિતાની પ્રતિમા ને છત્ર ન હોય જે બાબતે પ્રજાની માંગ ઉઠી હતી. કે પ્રતિમા ઉપર છત્ર મૂકવામાં આવે જે માંગણી પૂર્ણ થતા અને છત્ર મૂકી દેવામાં આવતા પ્રજામાં ભારે આનંદની લાગણી ફેલાઈ છે.

અત્રે ઉલ્લેખીએ છે કે છોટાઉદેપુર મુખ્ય બજારમાં આવેલું મહાત્મા ગાંધીજીનું સર્કલ ઉપર સ્ટીલ રેલિંગ તૂટી ગઈ હતી. તથા ભારે ગંદકી નું સામ્રાજ્ય જોવા મળતું હતું જેને ધ્યાન રાખીને તંત્ર દ્વારા ગંદકી કરતા તત્વોને સર્કલની ફરતે દૂર કરાયા હતા જ્યારે રૂ 10,78,300 ના ખર્ચે સર્કલ નું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેચ્યુના ઉપરના ભાગે પ્રિકાસ્ટ ડોમ એસ એસ અને એમ એસ રેલિંગ સર્કલ ના ફરતે સર્કલ ઉપર ગ્રેનાઇટ માર્બલ અને લાઇટિંગ નું કામ પુર જોશમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડે જણાવ્યું હતું કે અગાઉ સર્કલની રેલીંગો તૂટી ગઈ હતી અને ખરાબ થઈ ગયું હતું હોય જેને કારણે નવીનિકરણની કામગીરી કરવામાં આવી છે. આ સર્કલને હવે કોઈ નુકસાન ન થાય તેવી સંપૂર્ણ કાળજી તંત્ર દ્વારા રાખવામાં આવશે. તથા પ્રજાએ પણ આ બાબતે સહયોગ આપવો પડશે. જ્યારે હાટ બજારમાં સર્કલની ફરતે નુકસાન થાય તેવી રીતે દુકાનો લગાડવામાં આવશે તો કાયદાકીય પગલાં ભરાશે આ ઉપરાંત ઝંડાચોક, પોસ્ટ ઓફીસ અને એકતા હોટલની સામે આવેલ સર્કલોનું નવીનીકરણ કરવામાં આવશે. એમ જણાવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

