જામનગર મહાનગર પાલિકા દ્વારા એડવાન્સ ટેક્સ ભરપાઈ કરનારા આસામીઓને વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજનાના છેલ્લા 15 દિવસ બાકી રહ્યા છે. જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગર પાલિકા દ્વારા તા.17એપ્રિલથી દોઢ માસ માટેની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
જેને એક માસ પૂર્ણ થઈ ચૂક્યો છે. તા.16 એપ્રિલથી તા.15 મે-2024સુધીના એક માસના સમયગાળામાં 30,784 લોકોએ લાભ લીધો છે અને રૂ.19.76 કરોડની રકમ ભરપાઈ કરી છે. તથા રૂ. 2.14 કરોડનું વળતર પ્રાપ્ત કર્યું છે. હવે આ યોજનાના છેલ્લા 15 દિવસ બાકી રહ્યા છે. આથી લોકો મિલકત વેરા અને પાણી ચાર્જની રકમ એડવાન્સ ભરીને આ યોજનાનો લાભ મેળવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
વર્ષ 2006 પહેલા રેન્ટ બેઈઝ મુજબ મિલકતવેરા અને પાણી ચાર્જમાં 100 ટકા અને 2006 પછી કારપેટ બેઈઝ મુજબ બાકી રકમ ઉપર 50 ટકા વ્યાજ માફીની યોજના હાલ અમલમાં છે. આ માટેના પૈસા ભરવા મહાનગરપાલિકાના કચેરીના મુખ્ય કેશ કલેક્શન સેન્ટર, ત્રણેય સિવિક સેન્ટર (ગુલાબનગર, રણજીતનગર અને સરૃર્સેક્શન રોડ) શહેરની એચ.ડી.એફ.સી, કોટક, નવાનગર, આઈડીબીઆઈ બેંકની કોઈપણ શાખામાં પણ વેરો ભરપાઈ કરી શકાય છે. તેમજ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન, અથવા ઓનલાઈન પણ વેરો ભરપાઈ કરી શકાય છે. તેમ આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળ દ્વારા માં જણાવાયું છે.

