જિલ્લામાં ધો-1 થી 8 માં છેલ્લા 6 વર્ષમાં 7.64 લાખ દીકરીઓએ પોતાનો અભ્યાસ સફળતાપૂર્વક પરિપૂર્ણ કર્યો છે. સતત ઘટી રહેલા ડ્રોપ આઉટ રેશિયો પાછળ સૌથી વધુ પરિવાર નો ટેકો જવાબદાર છે. કારણ કે જિલ્લાના 7 હજાર થી વધુ શિક્ષકો એક માસમાં બે થી ત્રણ વાર દીકરીઓના માતા- પિતાનો સંપર્ક કરી સતત અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતા હોય છે. જેના કારણે ચાલુ વર્ષે ડ્રોપ આઉટ રેશિયો માં 0.25 ટકાનો ઘટાડો નોંધાયો છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 679 દિકરીઓ શાળા અધવચ્ચે છોડતા અટકી ગઇ છે.
આ ટકાવારી હજી ઓછી થાય તે માટેના પ્રયાસો હાલમાં હાથ ધરવામાં આવ્યા છે. કેટલાક શિક્ષકો પણ સતત પોતાની શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ તેનો અભ્યાસ પૂર્ણ કરે તે માટેના સવિશેષ પ્રયાસો કરે છે. દીકરીઓને અભ્યાસ કરાવી, પગભર કરવા સમયને સાથે વાલી જાગૃત થયા છે.
કેટલાક ચોક્કસ પરિબળો અને કારણોને બાદ કરતા મોટાભાગના વાલીઓ હવે પોતાની દીકરીઓને પણ અભ્યાસ કરવા માટે સતત પ્રેરણા આપી અભ્યાસ પૂર્ણ કરે તે દિશામાં સતત પ્રયત્નશીલ રહે છે. બીજી તરફ જિલ્લાના 7 હજારથી વધુ શિક્ષકો એક માસમાં બે થી ત્રણ વાર વાલી મિટીંગ યોજી બાળકોના અભ્યાસ અંગે ચિંતા વ્યક્ત કરી શાળાએ અભ્યાસ કરવા મોકલવા વિનંતી કરે છે.
જેના કારણે જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઓછો થયો છે. ગત વર્ષની સરખામણીમાં જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો 0. 25 ટકાનો ઘટાડો નોંધાયો છે એટલે કે ગત વર્ષની સરખામણીએ 679 દિકરીઓએ પોતાનું ભણતર પૂર્ણ કર્યુ છે.
હજી આ ટકાવારી નીચી જાય તે માટે શિક્ષણવિદો દ્વારા સતત પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા 6 વર્ષમાં જિલ્લામાં કુલ 7.82 લાખ દીકરીઓએ શાળા પ્રવેશ લીધો હતો. જેમાંથી 7.64 લાખ દીકરીઓએ અભ્યાસ પૂર્ણ કર્યો હતો, ત્યારે માત્ર 18 હજાર દીકરીઓએ જ અભ્યાસ અધૂરો છોડ્યો હતો. હજી પણ વધુમાં વધુ દીકરીઓ અભ્યાસ પરિપૂર્ણ કરે અને જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઓછો થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
એક્સપર્ટ વ્યૂ પ્રકાશ વિછીયા, આસીસ્ટન્ટ પ્રોફેસર, મનોવૈજ્ઞાનિક વિભાગ 6 વર્ષમાં કેટલી દીકરીઓએ અભ્યાસ છોડ્યો { વર્ષ-2018-19 માં 1.34 લાખ દિકરીઓ પૈકી 4331 { વર્ષ- 2019- 20 માં 1.32 લાખ દિકરીઓ પૈકી 4426 { વર્ષ- 2020- 21 માં 1.31 લાખ દિકરીઓ પૈકી 1911 { વર્ષ- 2021- 22માં 1.32 લાખ દિકરી પૈકી 1764 { વર્ષ- 2022- 23 માં 1.33 લાખ દિકરીઓ પૈકી 3352 { વર્ષ- 2023- 24 માં 1.17 લાખ દિકરીઓ પૈકી 2673
ખેડા જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે 679 દીકરી અધવચ્ચે શાળા છોડતી અટકી દીકરીઓના ડ્રોપ આઉટ રેશિયો ઘટવાના મુખ્ય કારણો { દીકરીઓના અભ્યાસ માટે વાલીને શિક્ષકોને જાગૃત કર્યા { સમય સાથે બદલાઈ રહેલી વિચારધારા, સામાજિક બદલાવ { એસ. ટી. બસમાં શાળા કોલેજની દીકરીને મફત મુસાફરી { ઓપન યુનિવર્સિટીની જાગૃતિ { સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સામાજિક જાગૃતિ { શાળામાં સેનિટેશન-સેનેટરી પેડ-આરોગ્ય સુવિધાઓ છ વર્ષનો ડ્રોપ આઉટ રેશિયો ટકાવારીમાં વર્ષ ટકા 2018-19 3.22 2019-20 3.33 2020-21 1.45 2021-22 1.33 2022-23 2.52 2023-24 2.27 સામાન્ય રીતે શાળાનું વાતાવરણ અને શિક્ષણની પદ્ધતિ યોગ્ય ન હોવાના કારણે શિક્ષણ મેળવતી વિદ્યાર્થિનીઓને શિક્ષણ અરુચિકર લાગે છે. આ સિવાય જાતિય ફેરફાર પણ મહત્વનો ભાગ ભજવે છે.
મોટાભાગની શાળામાં જાતીય શિક્ષણ અપાતું નથી. પોતાનામાં થતા જાતીય ફેરફારોને ન સમજી શકતી વિદ્યાર્થિની શાળાએ જવાના બદલે ઘરે રહેવાનું પસંદ કરે છે. કેટલાક સમાજમાં દીકરીઓને અભ્યાસમાં આગળ વધારવાને બદલે પત્ની તરીકે કેમ શ્રેષ્ઠ સાબિત થવું તે શીખવવામાં આવે છે.
આ તમામ સંજોગોથી લડી દીકરીઓને અભ્યાસ પ્રત્યે રૂચિ વધારવા તેની મનો સામાજિક સ્થિતિ સમજવાનો પ્રયાસ માતા પિતા અને શિક્ષકોએ કરવો જોઈએ. મનોવૈજ્ઞાનિક ફ્રોઈડ દ્વારા કહેવામા આવ્યું છે કે, દરેક સમસ્યાનું મૂળ જાતીય બાબત સાથે સંકળાયેલું છે. તેથી, ખાસ કરીને દીકરીઓને શાળામાં જાતીય શિક્ષણ ફરજિયાત પણે આપવું જોઈએ.
શાળામાં મનોવૈજ્ઞાનિક સલાહકારની વ્યવસ્થા હોવી જોઈએ. તેથી, શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ પોતાના બદલાતા મનોભાવોની સલાહ યોગ્ય સમયે લઈ શકે. { છેલ્લા 6 વર્ષમાં 18 હજાર દીકરીઓએ અભ્યાસ અધૂરો છોડયો હતો, આ વર્ષે ડ્રોપ આઉટ રેશિયો 0.25 ટકા ઘટ્યો