Gujarat

સાવરકુંડલામાં પૂજ્ય વેલનાથબાપુની પુણ્યતિથિ નિમિતે શહેરના મુખ્યમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવી

 સાવરકુંડલા ખાતે ગીરનારી સંત શિરોમણી પૂજ્યશ્રી વેલનાથબાપુની પુણ્યતિથિ નિમિતે સાવરકુંડલા શહેરના આંગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી ચૈત્ર સુદ પૂનમના રોજ પૂજ્ય વેલનાથબાપુની પુણ્યતિથિ સાવરકુંડલા કોળી સમાજના ભાઈઓ બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી તેમજ સમાજની સાથે કદમ મીલાવવા કોળી સમાજમાં શિક્ષણ કેમ વધે કન્યા કેળવણી, અંધશ્રધ્ધા દુર થાય વ્યસન મુકિત કુરિવાજોને તિલાંજલી આપવા માટે કાર્યક્રમો યોજાશે સમગ્ર સાવરકુંડલા શહેર અને તાલુકા ભરના ૭૯ ગામોમાંથી ઠાકોર સમાજના ભાઈઓ બહેનો સાવરકુંડલાના આંગણે પધાર્યા હતા. આ તકે સાવરકુંડલા શહેરના મુખ્યમાર્ગો પર વેલનાથબાપુની જગ્યા ખાતે થી શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો નીકળી તેમજ બપોરના મહાપ્રસાદ, રાત્રે સંતવાણી વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજયા હતા સાવરકુંડલામાં સંત વેલનાથબાપુની પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલામાં સંત શ્રી વેલનાથબાપુની જગ્યા ખાતે થી સવારે શહેરના મુખ્ય માર્ગ પર શોભાયાત્રા નીકળી હતી.એમ  અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું