Gujarat

ઓનલાઈનટેક્સી બુકિંગ કંપની ‘ઉબર’ એ પાકિસ્તાનમાં તેની તમામ સેવાઓ બંધ કરી

પાકિસ્તાન ના રહવાસીઓ અને પ્રવાસીઓ માટે વધુ એક માઠા સમાચાર, વૈશ્વિક ઓનલાઈનટેક્સી બુકિંગ કંપની ‘ઉબર’ એ પાકિસ્તાનમાં તેની તમામ સેવાઓ બંધ કરી દીધી છે.અગાઉઉબરે૨૦૨૨માં કેટલાક મોટા શહેરોમાં તેની સેવાઓ બંધ કરી દીધી હતી.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે “અમારી પેટાકંપનીબ્રાન્ડ ‘કરીમ’ સમગ્ર પાકિસ્તાનમાં ટેક્સીસેવાઓ આપવાનું ચાલુ રાખશે, ઉબરે૨૦૧૯માં ૩.૧ બિલિયનયુએસ ડોલરમાં હરીફ કરીમને હસ્તગત કરી હતી. તે સમયે બંને કંપનીઓએ કહ્યું હતું કે તેઓ તેમની સંબંધિત પ્રાદેશિક સેવાઓ અને સ્વતંત્ર બ્રાન્ડ્‌સનું સંચાલન કરવાનું ચાલુ રાખશે.ઉબરે૨૦૨૨માં કરાંચી, મુલતાન, ફૈસલાબાદ, પેશાવર અને ઈસ્લામાબાદમાં કામગીરી બંધ કરી દીધી હતી. કંપનીએ જણાવ્યું હતું કે ઉબરવપરાશકર્તાઓ કે જેમના ખાતામાંબેલેન્સ છે તેઓ તેમની રકમ યોગ્ય સમયે પાછી મેળવી શકે છે અને તેમને કરીમની મફત સેવાઓ પણ મળશે.