Gujarat

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન

 શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડો.બંકિમ શાહ કે જેઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં તત્પર રહે છે તે સંદર્ભમાં સંસ્કૃત ભારતી સંગઠન દ્વારા સંસ્થામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું. જેનું સમગ્ર આયોજન આચાર્ય ડો.રશ્મિન રાવલ તથા સંસ્કૃત ના શિક્ષક વિશાલ સરે કર્યું. કુલ 173 વિદ્યાર્થીઓએ  પરીક્ષામાં ભાગ લીધો અને 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું. જેમાં (1)ડાભી પ્રિયાંશી .એમ (2)પટેલ શ્રદ્ધા.વી (3)શુકલ બીલ્વા.આર. (4)પરમાર હેત્વી.જે. આ વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું. ચેરમેન ડો.બંકિમ શાહ તથા ડાયરેક્ટર શ્રી સતીશ પાટીલે  વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા આચાર્ય ડો.રશ્મિન રાવલે વિદ્યાર્થીઓ આવી રીતે ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી.