Gujarat

પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિધ્ધપુર મિત્ર મંડળ આયોજિત સેવા કેમ્પ ને ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ ની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો….

પાટણ…

પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિધ્ધપુર મિત્ર મંડળ આયોજિત સેવા કેમ્પ ને ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ ની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો….

જગવિખ્યાત યાત્રાધામ શકિતપીઠ અંબાજી ખાતે પરંપરાગત ભાદરવી પૂનમના મહામેળાની વિધીવત રીતે શરુઆત થઈ ચુકી છે ત્યારે દુર દુર થી શ્રધ્ધાળુઓ પદયાત્રા કરી ને માં અંબાના ખોળે શીશ નમાવવા માટે માર્ગો પર થી પસાર થઇ રહ્યા છે.ત્યારે તેઓની સેવા માટે રસ્તા પર કેમ્પ લગાવવામાં આવ્યા છે ત્યારે પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ તથા સિધ્ધપુર મિત્ર મંડળ દ્વારા પણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

શુક્રવારે સવારે અગીયાર કલાકે યોજાયેલ કેમ્પનું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ ની વિશેષ ઉપસ્થિત મા દિપ પ્રાગટય કરી ને પદયાત્રીઓ ની સેવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ધોરી ગામના આગેવાનો તથા ચાણસ્મા નગરપાલિકા ના ઈજનેર સહિત પત્રકારો સહિત સિધ્ધપુર મિત્ર મંડળ ના મિત્રો હાજર રહ્યા હતા.

અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબા ના દર્શનાર્થે જતા માઇ ભકતો માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિધ્ધપુર મિત્ર મંડળ દ્વારા દર વર્ષે ની પરંપરા મુજબ ચાલું વર્ષે પણ પાલનપુર થી અંબાજી હાઇવે પર જલોત્રા ગામ થી આગળ ધોરી ગામ પાટીયા પાસે મેડિકલ સેવા – મકાઈ તથા ચા નાસ્તા માટે નો કેમ્પ દાતાઓના સહયોગથી બનાવવામાં આવ્યો હતો.જેનું ઓપનિંગ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા તથા પ્રદેશ આઇ ટી સેલ નિતીનભાઈ ઘેલાણી પાટણ જીલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા બનાસ ગૌરવ ના તંત્રી નિલેશભાઈ પટેલ ચાણસ્મા નગરપાલિકા ના ઈજનેર સુનિલભાઈ ગોસ્વામી ધોરી ગામ ના આગેવાનો અને પત્રકાર મિત્રો તથા સિધ્ધપુર મિત્ર મંડળ ની હાજરીમા કરાયું હતું .જેમાં સૌ પ્રથમ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી કેમ્પ ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો નું માતાજી નો ખેસ પહેરાવી શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

યોજાયેલ કેમ્પ માં દરેક માઇ ભકતો ને જરૂરી દવાઓ મશીન દ્વારા માલીશ સહિત થાક દૂર કરવા માટે સેવાઓ આપવામાં આવી રહી છે ત્યારે યોજાયેલ કેમ્પ માં મોટો સહયોગ જેમને ઉદાર હાથે ફાળો આપી સેવાના કાર્યોમાં હાથ મિલાવ્યો છે તેમનો અને ખડેપગે હાજર રહી સેવા કરતા કાર્યકરો નો રહ્યો છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર

IMG-20240913-WA0123-0.jpg IMG-20240913-WA0124-1.jpg IMG-20240913-WA0121-2.jpg IMG-20240913-WA0122-3.jpg