રાજકોટ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૧૯/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય PCB/PI એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ PCB પોલીસ એમ.જે.હુણ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ જાડેજા તથા વિજયભાઇ મેતા તથા યુવરાજસિંહ રાણા નાઓને મળેલ સયુંકત હકીકત આધારે બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ જતા બેડી પુલના વળાંક પાસે રોડની નીચેના ભાગેથી કીયા સોનેટ કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે. સફેદ કલરની કીયા સોનેટ કાર નં.GJ-15-CK-6403 તથા ઈંગ્લીશ દારૂના જથ્થા સહિત કિ.રૂા.૭,૩૩,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.