પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
જન મંગલ સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને અનાજ કીટ વિતરણ કરાયું
શંખેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે નીચાણવાળવિસ્તારમાં પાણી ભરાતાં જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે મદદે પહોચ્યું.
અતિશય વરસાદને લીધે અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રજાનું જનજીવન ખોરવાઈ ગયું હતું અને રોજબરોજના પ્રશ્નો વિકરાળ બની રહ્યાં હતાં. એમની સમસ્યાઓ નિવારવા માટે જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન જિજ્ઞાબેન શેઠનાં હસ્તે , આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ શાહની પ્રેરણાથી અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું.
જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ – શંખેશ્વર અને આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ – મુબઈનાં સંયુક્ત ઉપક્રમે શંખેશ્વર આસપાસના વિસ્તારમાં, જ્યાં ભારે વરસાદને લીધે પ્રજાને ખાધાખોરાકીનાં પ્રશ્ને તકલીફો સર્જાતા જીજ્ઞાબેન શેઠ દ્વારા સરકારી તંત્રને સહયોગી બનતાં કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એમની સાથે મામલતદાર કટેરીયા સાહેબ, ટી. ડી. ઓ. હિતેશભાઈ પટેલ સાહેબ, સરપંચ ડી. કે. ગઢવી સાહેબ, ઉપસરપંચ કાળુજી ઠાકોર, તલાટી સંજયભાઈ રાઠોડ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.