રાજ્યના પ્રથમ એફ.પી.ઓ મેળો અમરેલી શહેરમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યો છે. ભારત સરકાર દ્વારા સહકારથી સમૃદ્ધિના સુત્રને સાર્થક કરવા માટે ઈફ્કોના માધ્યમથી ખેડૂતો દ્વારા બનાવેલા મૂલ્ય વર્ધક પ્રોડક્ટને એક જ પ્લેટફોર્મ પર લાવીને ઉત્પાદનના પુરેપુરા નાણા સીધા જ ખેડૂતોને મળે તેમજ આ મૂલ્યવર્ધક પ્રોડક્ટ ખરીદનારને પણ વચેટીયાઓ દ્વારા મળતો ફાયદો દૂર થાય તે હેતુથી આ મેળો યોજવામાં આવ્યો હતો. સમગ્ર જિલ્લા અને ગુજરાતભરમાંથી એપીઓ કિસાન યુનિટો પોત પોતાના પ્રોડક્ટ લઈ આ મેળામાં આવ્યાં હતા.
અમરેલી અમર ડેરી દ્વારા છેલ્લા બે વર્ષથી મહેનત કરી એમ્બ્રિઓ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ગીર ગાય સૌ સર્વધન દ્વારા ગીર ગાયની ઓલાદ ઉત્પન્ન કરવામાં આવે છે તે માટે મેળામાં પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.

ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે એફ.પી.ઓ.કિસાન મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જિલ્લાના કેટલાક સ્થાનિક સહકારી નેતાઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ સ્ટોલની મુલાકાતો કરી હતી. કિસાન મેળા મારફતે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
એફપીઓ કિસાન મેળાના સીઈઓ નિરજસિંહમારે જણાવ્યું કે, આ મેળો 3 દિવસ ચાલશે. અહીં લગભગ 40થી વધારે એફપીઓ આવ્યાં છે. ઓર્ગનીક સામાન છે ખેડૂતોને ફાયદો થશે. ગ્રાહકોને સારો અને ઓર્ગનીક સામાન સીધો મળશે. ગ્રાહકોને સારા ભાવમાં મળી શકશે. આવી રીતે અમે આ કિસાન મેળો પુરા દેશમાં ચલાવવામાં આવ્યો છે.

જસદણ વિસ્તારના ખેડૂત અરવિંદભાઈ પરમારે જણાવ્યું કે, અમરેલીમાં દિલીપભાઈ સંઘાણી તરફથી આયોજન કર્યું છે. ઓર્ગનીક તરફ ખેડૂતોને લઈ જવાનો પ્રયાસ છે. ઓર્ગનીક કરવાથી ખેડૂતોને કેટલો ફાયદો થાય પબ્લિકને કેટલો ફાયદો થાય, આનો ધ્યેય એ છે. આની પાછળ લોકો ઘર અથવા ગૃહ ઉદ્યોગ દ્વારા પ્રોડક્ટ પોતાની આપી શકે છે. અમારી આ પ્રોડક્ટ છે ધાણા જીરું છે દાળ મગદાળ આનું ઓર્ગનીક બીજ ઉપર ઉત્પાદન કર્યું છે. 500 ગ્રામ ઉપર આપીએ છીએ, જેને ખાવાથી લોકોની હેલ્થ પણ સારી રહે છે.