તેમજ કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરનાર શખ્સને કાર મૂકી નાશી છૂટ્યો..
બુટલેગર દ્વારા અવનવા ક્રીમીયો અજમાવી દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી આધારે પોલીસે ઉનાના કેસરીયા ફોટા છબીઓ માંથી તેમજ ઉના કારમાં એમ અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂની હેરાફેરી કરનાર બૂટલેગરોને જીલ્લા એલ.સી.બી ટીમે વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે એક શખ્સ નાશી છૂટ્યો હતો. પોલીસે બે શખ્સો વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉના રામનગર ખારામાં રહેતો રવિ રમેશભાઈ દુધરેજીયા આ શખ્સ ફોટો છબી વેચવાનો ધંધો કરે છે. આ શખ્સે ફોટો છબીઓમાં વિદેશી બોટલો છુપાવેલ હોવાની બાતમી આધારે LCB બ્રાન્ચે આ શખ્સને કેસરિયા ગામ પાસેથી ઝડપી લઇ તપાસ કરતા અલગ-અલગ ફોટો છબીઓના વચ્ચેના ભાગે વિદેશી દારૂની અલગ અલગ વિદેશી દારૂની નાની બોટલો નંગ-68 કિ.રૂ.3400નો દારૂના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.

તેમજ ઉના નીચલા રહીમ નગર વિસ્તારમાં રહેતો શકીલ ઉર્ફે શકીલબાપુ મહમદ શબીર બહારૂની આ શખ્સે સ્વીફટ કાર નં.GJ-15-CA-0028 માં ચોરખાનું બનાવી વિદેશીદારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી આધારે એલસીબી એ ઉના શહેરમાં ઉન્નત નગર સોસાયટી બગીચા પાસે કારને રોકાવી તલાસી લેતા કારમાં બનાવેલ ચોરખાનામાં વિદેશી દારૂની અલગ-અલગ નાની મોટી બોટલો નંગ-187 કિ.રૂ.26,600 મળી આવી હતી. જોકે આ કાર ચાલક પોલીસને જોઇ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આમ દારૂ અને કાર સહિત કુલ કી.રૂ.2,26,600નો મુદ્દામાલ કબ્જે કરી શખ્સને ઝડપી પાડવા ચક્રગતિમાન કરેલ છે.

આગામી આવનાર લોકસભા ચુંટણી 2024 અનુસંધાને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શરીર સબંધી તથા મિલ્કત સબંધી ડીટેકશન તથા જુગાર, દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના આપેલ જેને પગલે ગીર સોમનાથ જિલ્લા એલ.સી.બી.ના ઇ.ચા.પીઆઇ એ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એ.બી.વોરા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા.એ દરમ્યાન પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઇ. સુભાષભાઈ ચાવડા, પ્રવીણભાઈ મોરી તથા એલ.સી.બી ના પો.હેડ કોન્સ રાજુભાઈ ગઢીયાને સંયુકત મળેલી બાતમી આધારે કેસરીયા ગામે હાઇવેના ફલાઇ ઓવર નીચે એક શખ્સ પોતાના થેલામાં રહેલ છબીઓના વચ્ચેના ભાગે વિદેશી દારૂની બોટલો છુપાવેલ હોય LCB ટીમે રેઇડ કરી તપાસ કરતા છબી ફ્રેમ માંથી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. તેમજ ઉના શહેરમાં ઉન્નતનગર સોસાયટી વિસ્તાર પાસેથી શખ્સ કારમાં દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી આધારે પોલીસે કારમાં તપાસ કરતા ચોરખાના માંથી બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.જ્યારે કાર ચાલક નાશી છૂટ્યો હતો. પોલીસે દારૂનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ ગીર સોમનાથ જિલ્લા એલ સી બી બ્રાન્ચે કેસરીયા તેમજ ઉના માંથી અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂ કુલ કી.રૂ. 2,53,200ના મુદ્દામાલ સાથે બે શખ્સો વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.