Gujarat

જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશ્યેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ યોજાયો

જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઈકોયુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઈનિશિયેટિવ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે  છેલ્લા ઘણા સમયથી કોલેજ ગ્રાઉન્ડ ખાતે  વન સંરક્ષક માટે ફ્રી તાલિમ આપવામાં આવી હતી. ત્યારબાદ આજે ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજરોજ એક પ્રિ- ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ યોજાયો હતો. ગુજરાત રાજ્ય ના ચાર ઝોન માં જેમ કે મધ્ય ઝોન ની ગોધરા ખાતે, ઉતર ઝોન ની ગાંધીનગર , સૌરાષ્ટ્ર ઝોન જૂનાગઢ ખાતે અને દક્ષિણ ઝોન ની સુરત ખાતે યોજાનાર છે. તેમાં છોટાઉદેપુર જિલ્લાના યુવાનો ફીઝીક્લ ટેસ્ટ માટે જનાર ઉમેદવારનુ આજે સવારે 6 કલાકે એક પ્રિ – ટેસ્ટ રાખવામાં આવ્યો હતો.
જેમાં પુરુષ ઉમેદવાર 150 જેટલા અને મહિલા ઉમેદવાર 26 જેટલી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાસ થયેલ છે. એમનો આત્મવિશ્વાસ વધે અને તેઓ વન રક્ષક ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ માં સફળતા પુર્વક કવોલિફાઈડ થાય તેવા પ્રયત્નો કરવા આવ્યા હતા. આજરોજ યોજાયેલ  પ્રિ -ફિઝિકલ ફિટનેસ ટેસ્ટમાં છોટાઉદેપુર  RFO નિરંજનભાઈ રાઠવા, રંગપુર RFO વિઠ્ઠલભાઈ તથા સામાજિક કાર્યકર મનુભાઈ રાઠવા પાણીબાર વાળા  ડો.જયેશ રાઠવા   જય જવાન સૈનિક ફાઉન્ડેશન ના પ્રમુખ ગોપાલ ભાઇ રાઠવા ,પેરા કમાન્ડો લલિતભાઇ રાઠવા અને દેશ સેવામાં ફરજ બજાવતા સૈનિક હાલ રજા પર આવેલા ભૂતપૂર્વ સૈનિકો ઉપસ્થિત રહી આવનાર ભરતી વિષે ધ્યાનમાં રાખવાની થતી કાળજી બાબતે  માર્ગદર્શન પૂરું પાડી અને વધુમાં વધુ ઉમેદવાર પાસ થાય એવી શુભેચ્છા પાઠવવા માં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર