કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને ભાજપના નેતા અમિત શાહે કહ્યું હતું કે, અનામતને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તુષ્ટિકરણ માટે, કોંગ્રેસ વર્ષોથી જૂઠાણું ફેલાવતી આવી છે અને હજી પણ તેવુજ કરે છે, કોંગ્રેસે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં લઘુમતીઓને અનામત આપીને અને જામિયા અને એએમયુ જેવી સંસ્થાઓમાં એસસી-એસટી અને ઓબીસીને વંચિત કરીને આરક્ષણ ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આ મોદીજીની ગેરંટી છે કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોંગ્રેસ અનામતને સ્પર્શી શકશે નહીં.
