રાજકોટ શહેર પોલીસ આયોજીત કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ “તેરા તુજકો અર્પણ”.
રાજકોટ શહેર તા.૩૦/૯/૨૦૨૪ ના રોજ ગુજરાત સરકારના કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના “તેરા તુજકો અર્પણ” ઝુંબેશ હેઠળ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા રાજકોટ શહેર પોલીસ દ્રારા કરવામાં આવેલ તપાસ કાર્યવાહીના ફળ સ્વરૂપે વિવિધ કંપનીના મોબાઈલ ફોન કબ્જે કરી પ્રજાજનોને જે તે મુદ્દામાલ પરત સોપવા સારૂ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ શહેરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના PI કે.એસ.દેસાઈ નાઓની ઉપસ્થિતીમાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રજાજનોની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવેલ. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ/ચોરાયેલ મોબાઈલ ફોનની ફરિયાદ ઉપરથી “CEIR” પોર્ટલ તથા હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી “CEIR” પોર્ટલમાં સતત મોનિટરીંગ કરી આવા ગુમ/ચોરાયેલ કુલ-૪ મોબાઈલ ફોન જેની કુલ કિ.રૂ.૧,૦૯,૫૦૦ ના શોધી રીકવર કરવામાં આવેલ અને મોબાઈલના માલિકોને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમમાં પરત આપવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.