Entertainment

શાહરૂખ ખાન અને સુહાનાની ફિલ્મ કિંગની સત્તાવાર જાહેરાતને લઈને માહિતી બહાર આવી

વર્ષ ૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડિંકી’ પછી શાહરૂખ ખાન કોઈ ફિલ્મમાં જાેવા મળ્યો નથી અને વર્ષ ૨૦૨૫ સુધી તેની પાસેથી કોઈ ફિલ્મની અપેક્ષા નથી. તેની આગામી ફિલ્મ ‘કિંગ’ છે, જે વર્ષ ૨૦૨૬માં સિનેમાઘરોમાં આવશે. સુજાેય ઘોષના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.

આ ફિલ્મને લઈને દરરોજ કોઈ ને કોઈ અપડેટ બહાર આવતી રહે છે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી. જાેકે, મેકર્સ નજીકના ભવિષ્યમાં તેની જાહેરાત કરવા જઈ રહ્યા છે. ઑગસ્ટમાં, શાહરૂખ ખાનને સ્વિટ્‌ઝર્લેન્ડમાં લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સાથે જ તેણે કહ્યું હતું કે તેની આગામી તસવીરનું નામ કિંગ છે.

હવે મિડ-ડેના એક અહેવાલમાં, એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, “શાહરુખના જન્મદિવસના અવસર પર ‘કિંગ’ની સત્તાવાર જાહેરાત ૨ નવેમ્બરે કરવામાં આવશે. બંને પિતા-પુત્રીએ એક્શન સિક્વન્સની તૈયારી શરૂ કરી દીધી છે.

એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ ઓક્ટોબરમાં શરૂ થશે. લેખક અબ્બાસ ટાયરવાલાએ આ ફિલ્મના ડાયલોગના ૨ ડ્રાફ્ટ તૈયાર કર્યા છે. અભય વર્મા પણ આ ફિલ્મનો એક ભાગ છે. તેના વિશે એવું કહેવામાં આવતું હતું કે તે સુહાનાના પ્રેમની ભૂમિકામાં જાેવા મળશે. શાહરૂખ, સુહાના, અભય અને અભિષેક બચ્ચન હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં જાન્યુઆરીથી ફર્સ્ટ શેડ્યૂલનું શૂટિંગ શરૂ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માટે મેકર્સ હોલીવુડના કેટલાક ટોચના એક્શન ડિરેક્ટર્સ સાથે પણ વાતચીત કરી રહ્યા છે.

સિદ્ધાર્થ આનંદે આ ફિલ્મની એક્શન ડિઝાઇન કરી છે. તેની સાથે તે ‘કિંગ’ માટે ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે પણ કામ કરી રહ્યો છે. જાેકે, શાહરૂખના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે, કારણ કે આમાં તે ફરી એકવાર ડોનના રોલમાં જાેવા મળશે. તેનું પાત્ર સુહાનાના ગુરુનું હશે. અભિષેક વિલન બનીને તબાહી મચાવશે.