Gujarat

રાજકોટ સ્થા.જૈન સંઘના આંગણે ‘શાસ્ત્ર દિવાકર શૌર્યગાથા’ ગ્રંથ આધારિત પરીક્ષા પરિણામ

રાજકોટ સ્થા.જૈન સંઘના આંગણે ‘શાસ્ત્ર દિવાકર શૌર્યગાથા’ ગ્રંથ આધારિત પરીક્ષા પરિણામ

તા.૨૮-૭-૨૦૨૪ ના રોજ રાજકોટ મહાવીર નગર સ્થા. જૈન સંઘના આંગણે તપસ્વી પૂ.કલ્પનાબાઈ સ્વામી, પ્રવચન પ્રભાવિકા પૂ.અજીતાબાઈ સ્વામી આદિક ઠાણા પાંચની નિશ્રામાં પૂ.બેનસ્વામી નંદા-સુનંદાબાઈ ના પ્રેરણાશિષથી શાસ્ત્ર દિવાકર પૂ.મનોહરમુનિના જીવન ઝરમરની શૌર્ય ગાથા ઓપન બુક એક્ઝામ નું રિઝલ્ટ બહાર પાડવામાં આવેલ.
ઉપરોક્ત પરીક્ષામાં કુલ ૪૯૯ પરીક્ષાર્થીઓએ ભાગ લીધેલ. પરીક્ષામાં શ્રેષ્ઠતમ ગુણાંકન સાથે ઉત્તીર્ણ થનાર એક થી પાંચ નંબર પ્રાપ્ત કરનાર વિજેતાઓને જુની ચાવંડ (વિસાવદર) ના જૈનેતર હસમુખભાઈ લાઠીયા તેમજ ભાવેશભાઈ દાફડા તરફથી રોકડ પુરસ્કાર આપી અનુમોદના કરવામાં આવેલ. આવા ભગીરથ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ
બન્ને દાતાઓને સ્થા. જૈનસંઘ વતી પ્રમુખ શ્રીપ્રફુલ્લભાઈ જસાણી એ શાલ ઓઢાડી સન્માનિત કરેલ.
ત્યારબાદ શ્રીજયેશભાઇ સંઘવી તેમજ શ્રીરમેશભાઈ જોગિયા (પૂ.મનોહરમુનિ મ.સા. ના સંસારી બનેવી) એ શાસ્ત્ર દિવાકર શૌર્ય ગાથા બુકના લેખક જુની ચાવંડના શ્રીચંદ્રકાંત કમાણી ‘કલ્યાણ’ ને પુષ્પમાળા પહેરાવી, શાલ ઓઢાડી સન્માનિત કરેલ. તેમજ નિરૂબેન પારેખ
( પૂ.મનોહરમુનિ મ.સા.ના સંસારીબહેન) તરફથી તેમના પુત્ર શ્રીઅભયભાઈ પારેખ એ લેખકશ્રીને રૂ. ૩૫૦૦૦/- (પાંત્રીસ હજાર) નું રોકડ પુરસ્કાર આપી બહુમાન કરેલ. તે જ રીતે આ પવિત્ર ગ્રંથ આધારિત ઓપન બુક એક્ઝામ માટે આખું વર્ષ સેવા આપનાર શ્રીમતી હિનાબેન દોશીને શ્રીનીરૂબેન પારેખે રૂ.૨૫૦૦/- રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરેલ.
શાસ્ત્ર દિવાકર શૌર્ય ગાથા ઓપન બુક એક્ઝામ આપનાર બાકીના તમામ પરીક્ષાાર્થીઓને પૂ.મનોહરમુનિ મ.સા.ના સંસારી બહેનો શ્રીનિરૂબેન પારેખ, શ્રીસરોજબેન દેસાઈ, શ્રીહર્ષાબેન સંઘવી તેમજ શ્રીનયનાબેન જોગિયા તરફથી રૂ.૧૦૦/- પુરસ્કારની જાહેરાત કરવામાં આવેલ.
બાદ લેખક ચંદ્રકાંત કમાણીએ આવા પરીક્ષા લક્ષી સ્તુત્ય કાર્ય બદલ રાજીપો વ્યક્ત કરેલ. સાથોસાથ નિરૂબેન પારેખ પરિવારના આર્થિક સહયોગ બદલ આભાર વ્યક્ત કરેલ. તેમજ મહાસતીજીઓની ઉપસ્થિતિ વચ્ચે દાતાશ્રીઓએ કરેલા સન્માનો હંમેશા યાદ રહેશે. બાદ સ્થાનિક જૈન સંઘના કારોબારી સભ્યશ્રીએ મહાસતીજીઓ, પારેખ પરિવાર, દાતાશ્રીઓ, જૈન શ્રાવક, શ્રાવિકાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કરેલ.
અંતમાં પૂ.કલ્પનાબાઈ મહાસતીજી અને પૂ.અજીતાબાઇ મહાસતીજી એ માંગલિક ભાવ સાથે વંદના કરી. માંગલિક વિચારો સંભળાવેલ કે જીવ માત્ર પ્રત્યે દયા દાખવવી. આવા પરિક્ષારૂપી મહોત્સવથી જ્ઞાનપિપાસુઓમાં જ્ઞાનનો વધારો થાય છે. ત્યારે સંસ્કારી અને મજબૂત સમાજનું નિર્માણ થાય છે.

સી. વી. જોશી. વિસાવદર

IMG-20240730-WA0029-6.jpg IMG-20240730-WA0027-4.jpg IMG-20240730-WA0028-5.jpg IMG-20240730-WA0033-2.jpg IMG-20240730-WA0030-3.jpg IMG-20240730-WA0032-1.jpg IMG-20240730-WA0031-0.jpg