Gujarat

ઋષિકેશ પટેલે જગતજનની માતાજીના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી; દેશના કલ્યાણ માટે માતાજીની પ્રાર્થના કરી

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે મા અંબાના ધામ અંબાજીમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા આવતા હોય છે.

અનેકો નેતા અભિનેતા પણ મા અંબાના દર્શન કરવા મા જગતજનની અંબાના મંદિરે આવે છે. ત્યારે આજે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અંબાજી ખાતે પહોંચ્યા હતા.

ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી આજે સવારે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા. અંબાજી મંદિર પહોંચતા ઋષિકેશ પટેલનું અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ મંદિરમાં જઈ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. જગતનું સંચાલન કરતી મા જગત જનની અંબાના દર્શન કરી રાજ્યના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે કામના કરી હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંત્રીને તિલક કરી અને માતાજીની ચુંદડી ઓઢાવી આરોગ્ય મંત્રીને આશીર્વાદ આપ્યા હતા.

ત્યાર બાદ મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આજે અંબાજી મંદિરમાં આરોગ્ય મંત્રી સાથે પાટણના સાંસદ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા હતા.