હવામાન વિભાગને લઈ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ તેની અસર જોવા મળી રહી છે. આજે દિવસભરની ભારે ઉકળાટ બાદ દાંતા તાલુકાના અનેકો પંથકોમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી.
દાંતા તાલુકાના મંડાલી, ભાણપુર, દાંતા સહિત યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. આજે બપોરે મેઘમેહર થતા અંબાજીમાં ભારી વરસાદ વરસતા અનેકો નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.

ભારે વરસાદ વરસતા અંબાજીના બજારોમાં નદીની જેમ પાણી વહેતું થયું છે. આજે દાંતા તાલુકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ધોધમાર વરસાદ વરસતા અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. આજે ભારે ઉકળાટ બાદ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. તો દિવસે આકાશમાં કાળા વાદળ છવાતાં અંધારુપટ છવાયુ હતું. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.

