દાહોદ જિલ્લામાં વરસાદ બાદ રસ્તા રીપેરીંગનુ કામ પુરજોશમાં શરૂ
લીમખેડામા અનેક રસ્તાઓનુ મરામત કરી લોકોને પડતી હાલાકીથી છુટકારો અપાવતી માર્ગ અને મકાનની ટીમ
દાહોદ : સમગ્ર દાહોદ જિલ્લામાં વરસાદ અને પુરના કારણે થયેલા રોડ-રસ્તાના નુકશાનને વરસાદે વિરામ લેતા ત્વરીત મરામત હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લાની સાથોસાથ લીમખેડા તાલુકાના રસ્તાઓને પણ વરસાદના કારણે ઘણુ નુકસાન થવા પામ્યુ હતુ, જેના કારણે વાહન વ્યવ્હાર માટે વાહન ચાલકોને ઘણી મુશ્કેલી પડતી હતી. જેના કારણે માર્ગ અને મકાન વિભાગની ટિમ દ્વારા એ તમામ રસ્તાઓનું મરામત કરવાની કામગીરી કરી હતી. માર્ગ અને મકાન વિભાગની ટિમ દ્વારા રોડ અને રસ્તાની મરામત કામગીરી તાત્કાલીક ધોરણે હાથ ધરવામા આવી રહી છે જે નોંધનીય છે.
રિપોર્ટર :- ઝેની શેખ