પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી વિરામ બાદ ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ..
રસ્તાઓને સત્વરે ડામર પેચ તથા મેટલ પેચથી મરામત કરવાની કામગીરી હાથ ધરાઈ..
પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના વિવિધ તાલુકાઓના ક્ષતિગ્રસ્ત રસ્તાઓ મરામત કરવા 10 ટીમ કાર્યરત છે. સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા ક્ષતિગ્રસ્ત થયેલ નાના-મોટા રોડ-રસ્તાઓને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકારશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર વિભાગ દ્વારા તાત્કાલિક ઘોરણથી વરસાદી વિરામ બાદ ડામર પ્લાન્ટ ચાલુ કરાવી (૧) શંખેશ્વર – બેચરાજી રોડ (ર) વિરમગામ – પંચાસર – સમી રોડ (૩) લણવા – મણુંદ – સંડેર રોડ (૪) ચાણસ્મા – પાટણ – ડીસા રોડ ઉપર ડામર પેચની કામગીરી તથા (૧) સુઈગામ – સિઘાડા રોડ (ર) હારીજ – બિલીયા – બેચરાજી રોડ (૩) કાતરા – જશવંતપુરા રોડ ઉપર મેટલ પેચવર્કની કામગીરી યુઘ્ઘના ઘોરણે શરૂ કરવામાં આવેલ છે.
પાટણ જિલ્લામાં સતત વરસાદના કારણે પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકા સહિત જિલ્લામાં વરસાદ તથા પાણી ભરાવાના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓને પગલે યાતાયાતને પણ આંશિક અસર થવા પામી હતી. જેથી વરસાદી વિરામ બાદ માર્ગ અને મકાન રાજય વિભાગ, પાટણ દ્વારા યુદ્ધના ઘોરણે આ રસ્તાઓને સત્વરે ડામર પેચ તથા મેટલ પેચથી મરામત કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
રિપોર્ટ.અનિલ રામાનુજ પાટણ




