Gujarat

શાળાનાં બાળકોએ કેરીની મોજ માણી 

               ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સામાન્ય રીતે દાતાઓ જરૂરિયાતમંદ બાળકો માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરતાં હોય છે. ક્યાંક ગામનાં કોઈક નાગરિક પોતાનાં સ્વજનનાં સ્મરણાર્થે તિથિભોજન આપીને ધન્યતા અનુભવતા હોય છે. પરંતુ આનાથી વિશેષ જૂજ કિસ્સામાં બાળકોએ ફળોનો રાજા કેરીની મોજ માણી હતી.
               ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત છેવાડાની કાંઠા વિસ્તાર સ્થિત ભગવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં ઉપશિક્ષક અને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ એવાં ગિરીશ પટેલે શાળાનાં બાળકોને પોતાનાં પરિવારનાં બાળકો સમજી મોંઘેરી કેરીની ભરપેટ મિજબાની કરાવીને પોતાનાં શિક્ષકત્વને ઉજાગર કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શાળાનાં આચાર્ય જયેશ વ્યાસ અને સાથી શિક્ષક ગિરીશ પટેલની બેલડી વર્ષ દરમિયાન બાળકોને તિથિ ભોજન તથા વન ભોજન સ્વખર્ચે નિયમિત કરાવતા આવેલ છે. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.