Gujarat

શેરમાર્કેટ 3 દિવસમાં 6561 રિકવરી સાથે 76795 પોઇન્ટની નવી ટોચે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સતત ત્રીજી વખત નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા જેના પગલે ભારતીય શેરમાર્કેટમાં સતત ત્રીજા દિવસે આક્રમક રિકવરી સાથે સેન્સેક્સ 76795.31 પોઇન્ટની નવી ઊંચી સપાટી પર પહોંચ્યા છે. માત્ર ત્રણ દિવસીય ટ્રેડિંગ સેશનમાં 4 જૂનની બોટમથી સરેરાશ 6561 પોઇન્ટ રિકવર થયો છે જે કોરોના મહામારી બાદના ચાર વર્ષ બાદ ઝડપી રિકવરી નોંધાઇ છે.

જ્યારે નિફ્ટી પણ 23320.20 પોઇન્ટની ટોચ બાદ અંતે 23290.15 પોઇન્ટ બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડી સરેરાશ 28 લાખ કરોડ રિકવર થઇ 423.49 લાખ કરોડ પહોંચી છે. જોકે, હજુ માર્કેટ નવી ટોચે પહોંચવા છતાં રોકાણકારોની મૂડીમાં 2.50 લાખ કરોડનું નુકસાન છે. માર્કેટની નજર હવે રવિવારે શપથ ગ્રહણ અને કોને ક્યો પોર્ટફોલિયો ફાળવવામાં આવે છે તેના પર નિર્ભર બનશે.

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો પણ 15 પૈસા વધુ મજબૂત બની 83.38 બંધ રહ્યો હતો. વધુમાં સૌથી મહત્ત્વના સંકેત એ આપ્યા હતા કે રિઝર્વ બેન્કની પોલિસી નિર્ણય અમેરિકાના ફેડરલના નિર્ણય સાથે કોઈ મનમેળ ધરાવતા નથી. એનો અર્થ એે થયો કે, રિઝર્વ બેન્ક આગામી બેઠકમાં વ્યાજદરમાં ફેરફારનો પોઝિટીવ નિર્યણ લઈ શકે છે તેનો પણ બજારને મજબૂત સપોર્ટ મળી રહ્યો હતો.

હવે મંત્રીઓના પોર્ટફોલિયો પર માર્કેટની ચાલ નિર્ભર સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. બજાર હવે સોમવારે ખૂલશે પણ કેવી રીતે? નિષ્ણાતોનું માનવું છે કે મોદી રવિવારે વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.શક્ય છે કે તેમની સાથે કેબિનેટ પણ શપથ લે અને રવિવાર રાત સુધીમાં મંત્રીઓને પણ પોર્ટફોલિયો આપવામાં આવે.કયો પોર્ટફોલિયો કોને મળશે તેના પર બજાર હવે પ્રતિક્રિયા આપશે.

નાયડુને પોર્ટફોલિયો ફાળવાય તો 1 ટકા તેજી, નીતીશ કુમારને મળે તો વોલેટાલિટી સંભવ માર્કેટ એનાલિસ્ટો માને છે કે જો ભાજપના સાંસદોને આ મુખ્ય પોર્ટફોલિયો મળે તો બજાર 1 થી 1.5% સુધી વધી શકે છે. તે જ સમયે, જો આમાંથી કોઈ એક મંત્રાલય ચંદ્રબાબુ નાયડુના ખાતામાં આવે છે તો બજાર સરેરાશ 1 ટકા વધશે.

પરંતુ જો નીતીશ કુમારની પાર્ટીમાં જાય છે તો તે વોલેટાઈલ મોડમાં દેખાઈ શકે છે. કારણ કે બજારને લાગે છે કે આનાથી કઠિન અને મોટા નિર્ણયો લેવામાં અવરોધ આવી શકે છે.શેરમાર્કેટમાં હવે ઝડપી કરેક્શનની સંભાવના નથી આ ઉપરાંત મોટી તેજી પણ બજેટ સુધી નકારાઇ રહી છે. જુલાઇમાં નવી સરકારનું સંપૂર્ણ બજેટ કેવું રહે છે તેના પર આધાર રહેશે.