આ કાર્યક્રમમાં સીઆરસી કોઓર્ડીનેટર હસમુખભાઈ મકવાણા, R & B વિભાગ જિલ્લા પંચાયત જામનગર ડેપ્યુટી એન્જિનિયર જયવીરસિંહ ચુડાસમા, એજ્યુકેશનલ કોઓર્ડીનેટર શ્રી સરોજબેન હાજર રહ્યા. “મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું ….”પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત બાદ મહેમાનશ્રીઓનું આચાર્યાશ્રી નીતાબેન રામાનુજ દ્વારા શાબ્દિક સ્વાગત તેમજ વિદ્યાર્થિની દ્વારા કાર્ડથી સ્વાગત કરવામાં આવ્યું. મહેમાનશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ધોરણ 9 ના નવાવિદ્યાર્થીઓનું કુમકુમ તિલક તથા મીઠું મોઢું કરાવીને પ્રવેશ કરાવવામાં આવ્યો.
પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ધોરણ 11 ની વિદ્યાર્થિનીઓએ કન્યા શિક્ષણ તથા શાળા શિક્ષણ ને મહત્વ આપતો પપેટ શો રજૂ કર્યો. ત્યારબાદ ધોરણ નવના એન.એમ.એમ.એસ., જ્ઞાન સાધના પરીક્ષામાં પાસ થયેલા અને મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓનું કાર્ડ આપી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ લાઇઝન અધિકારી માનનીય શ્રી હસમુખભાઈ મકવાણા (CRC 2) દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું. ત્યારબાદ શ્રીધ્વનિબેનના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કૃતિ ધોરણ નવ ના વિદ્યાર્થીઓએ રજૂ કરીને આભાર વ્યક્ત કર્યો . કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી ધર્મિષ્ઠાબેન બારૈયા એ કરેલ.